શાહરૂખ અને તેના દીકરા અબ્રાહમને મળ્યો મેસ્સી
આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સી 14 વર્ષ પછી ભારત આવ્યો છે. તેની સાથે ઉરુગ્વેના સ્ટાર ફૂટબોલર લુઇસ સુઆરેઝ અને આર્જેન્ટિનાના મિડફીલ્ડર રોડ્રિગો ડી પોલ પણ આવ્યા છે. ત્રણેય ખેલાડીઓ મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચ્યા. ત્યારે તે શાહરુખ અને તેના દિકરા અબ્રાહમને મળ્યો હતો.
તેણે આજે સવારે 11 વાગ્યે કોલકાતામાં 70 ફૂટ ઊંચા સ્ટેચ્યુનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન શાહરુખ ખાન પણ સામેલ રહ્યો. મેસ્સી સંયુક્ત રાષ્ટ્રના ચાઇલ્ડ ઓર્ગેનાઇઝેશન UNICEFનો બ્રાન્ડ એમ્બેસેડર છે, જેના હેઠળ તે ભારતમાં ‘GOAT ઇન્ડિયા’ ટૂર કરી રહ્યો છે.
મેસ્સી 15 ડિસેમ્બર સુધી 3 દિવસમાં 4 શહેરોનો પ્રવાસ કરશે. આમાં હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હી પણ સામેલ છે. તે કોલકાતામાં જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને મળશે. આ દરમિયાન તેને મુંબઈમાં સચિન તેંડુલકરને પણ મળવાનું છે. 15 ડિસેમ્બરના રોજ PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની સાથે જ તેમનો પ્રવાસ સમાપ્ત થશે.












