ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શાહજહાં શેખની 55 દિવસ બાદ ધરપકડ, ED પર હુમલા બાદ સંદેશખલી કેસમાં હતો મુખ્ય આરોપી

Text To Speech
  • બંગાળ પોલીસે ઉત્તર 24 પરગણામાં મીનાખાન વિસ્તારમાંથી શાહજહાં શેખને ઝડપી પાડ્યો

કોલકાતા, 29 ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળમાં સંદેશખલી હિંસાના કેસમાં મુખ્ય આરોપી અને TMC નેતા શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર બંગાળ પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે ગઈકાલે બુધવારે રાત્રે ઉત્તર 24 પરગણામાં મીનાખાન વિસ્તારમાંથી શાહજહાં શેખને ઝડપી લીધો હતો. તે બાદ, તેને સવારે લગભગ પાંચ વાગ્યે બસીરહાટના પોલીસ લોકઅપમાં લાવવામાં આવ્યો હતો. હવે બંગાળ પોલીસ આજે જ તેને બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરશે તેમ શાહજહાં શેખની ધરપકડની પુષ્ટિ કરતા મીનાખાન એસડીપીઓ અમીનુલ ઈસ્લામ ખાને જણાવ્યું હતું.

 

EDની ટીમ પર હુમલા બાદ શાહજહાં શેખ 55 દિવસથી ફરાર થઈ ગયો હતો તેમજ સંદેશખલીની મહિલાઓએ તેમના પર જમીન પચાવી પાડવા અને જાતીય સતામણીનો આરોપ પણ લગાવ્યો હતો, જે બાદ બંગાળમાં હોબાળો થયો હતો.

શાહજહાં શેખએ TMCના શક્તિશાળી અને પ્રભાવશાળી નેતા

શાહજહાં શેખએ ટીએમસીના શક્તિશાળી અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાય છે. તેઓ સંદેશખલી વિસ્તારના TMC પ્રમુખ પણ રહી ચૂક્યા છે. શાહજહાં શેખ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે 5 જાન્યુઆરીએ EDની ટીમ બંગાળમાં રાશન વિતરણ કૌભાંડ કેસમાં શાહજહાં શેખની પૂછપરછ કરવા આવી હતી ત્યારે તેના સાગરિતોએ ED ટીમ પર હુમલો કર્યો હતો. ત્યારથી ED સતત શાહજહાં શેખને પૂછપરછ માટે સમન્સ જારી કરી રહી છે, પરંતુ EDની ટીમ પર હુમલા બાદ શાહજહાં શેખ ફરાર છે અને તેને ફરાર થયાને 57 દિવસ થઈ ગયા છે.

 

 

સંદેશખલી ક્યારે ચર્ચામાં આવ્યું?

EDની ટીમ પર હુમલા થયાં બાદ સંદેશખલી ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે ત્યાંની મહિલાઓએ TMC નેતા શાહજહાં શેખ પર જમીન હડપ કરવાનો અને તેના સાગરિતો દ્વારા જાતીય સતામણી કરવાનો આરોપ લગાવ્યો. ડાબેરી(Leftist) અને ભાજપ પક્ષોએ આ મામલે મમતા સરકાર સામે જોરદાર વિરોધ કર્યો હતો. સંદેશખલીમાં કલમ 144 લગાવીને વિપક્ષના નેતાઓને ત્યાં જતા અટકાવવામાં આવ્યા હતા, જોકે ભાજપના નેતાઓએ આ મુદ્દો બંગાળથી લઈને દિલ્હી સુધી અવાજ ઉઠાવ્યો હતો અને મમતા સરકાર પર સંદેશખલીના તમામ આરોપીઓની ધરપકડ કરવા દબાણ કરવામાં આવ્યું. જો કે બંગાળ પોલીસે તેના સાગરિતોની ધરપકડ કરી હતી, પરંતુ પોલીસ શાહજહાં શેખ પર હાથ મૂકતા ડરતી હતી. કોલકાતા હાઈકોર્ટે શાહજહાંની ધરપકડનો આદેશ આપતાં પોલીસે કાર્યવાહી કરીને મોડી રાત્રે તેની ધરપકડ કરી છે.

આ પણ જુઓ: ઝારખંડઃ જામતારામાં મોટી ટ્રેન દુર્ઘટના, બેના મૃત્યુના સમાચાર

Back to top button