બિઝનેસ

SGCCI આયોજીત વિવનીટ પ્રદર્શને સાબિત કરી દીધું કે, સુરતના વિવર્સ અને નીટર્સ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નંબર વન બની શકે છે

Text To Speech

સુરત : SGCCI અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 23 જુલાઇ 2022 થી ત્રણ દિવસ માટે ‘વિવનીટ એકઝીબીશન– 2022 (સેકન્ડ એડીશન)’ યોજાયું છે.

SGCCIના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દુબઇ ખાતેથી યુએઇના ટેકસટાઇલ ટ્રેડર્સનું એસોસીએશન ટેકસટાઇલ મર્ચન્ટ્‌સ ગૃપ (ટેકસમાસ)ના પ્રતિનિધીઓ જેકીભાઇ મોરદાણી અને પ્રદીપભાઇ રવિવારે વિવનીટ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. શ્રીલંકા ખાતેથી પણ બાયર્સે વિવનીટ પ્રદર્શનની વિઝીટ કરતા એકઝીબીટર્સને આંતરરાષ્ટ્રીય કક્ષાના બાયર્સ સાથે સીધો સંપર્ક થયો હતો. આ ઉપરાંત સુરત શહેરના મોટા ભાગના કાપડના વેપારીઓએ બે દિવસ દરમ્યાન પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

02 WaveKnitt Day 02

વધુમાં તેમણે કહયું હતું કે, પ્રથમ દિવસે પ્રદર્શનમાં 5475 બાયર્સે મુલાકાત લીધી હતી. જ્યારે બીજા દિવસે રવિવારે આખો દિવસ સતત વરસાદમાં પણ 10,234 વિઝીટરોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. બે દિવસ દરમ્યાન 15,709 વિઝીટરોએ મુલાકાત લેતા પ્રદર્શનમાં ભાગ લેનારા એકઝીબીટર્સ એવા વિવર્સ અને નીટર્સમાં અનેરો જોમ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. SGCCI દ્વારા યોજાયેલા આ પ્રદર્શને સાબિત કરી દીધું છે કે સુરતના વિવર્સ અને નીટર્સ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નંબર વન બનવાની તાકાત ધરાવે છે.

વિવનીટ પ્રદર્શનના ચેરમેન દીપપ્રકાશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારતની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી તથા એકઝીબીટર્સને લાખ્ખો મીટરના ગ્રે ફેબ્રિક તથા સાડીઓના ઓર્ડર આપ્યા હતા.

01 WaveKnitt Day 02

SGCCIના ઓલ એકઝીબીશન્સ કન્વીનર બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં લોટસ સ્ટેમ ફાયબરમાંથી બનાવવામાં આવેલા વિવિધ ફેબ્રિકસ તથા લેપેટ ફેબ્રિકસે તો આકર્ષણ જમાવ્યું જ છે. પરંતુ એક કંપની દ્વારા ઇકાત ટેકનોલોજીથી પટોળાના કાપડ જેવું જ કાપડ બનાવી તેમાંથી વિવિધ પ્રોડકટ ડેવલપ કરી છે. આ ટેકનોલોજીથી યાર્નને પ્રિન્ટ કરવામાં આવે છે અને પછી પ્રિન્ટેડ યાર્નને કાપડમાં વણવામાં આવે છે. આવી પ્રક્રિયા હેન્ડલૂમમાં કરવા જઇએ તો કાપડ બનાવવા માટે બે–ચાર મહિના લાગી જાય છે. આથી નવીનતમ યુરોપિયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાપડમાંથી બનાવવામાં આવેલી સાડી, દુપટ્ટા, ટોપ, કોટી, કુર્તી, નેરો ફેબ્રિકસ લેસ અને ગારમેન્ટે પ્રદર્શનમાં આકર્ષણ જમાવ્યું છે. ભારતભરમાં એકમાત્ર સુરતમાં જ આ ટેકનોલોજીથી કાપડ બનાવી વિવિધ પ્રોડકટ ડેવલપ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : SGCCI :‘વિવનીટ એકઝીબીશન– 2022’નો શુભારંભ, પહેલાં દિવસથી જ બાયર્સ તથા વિઝીટર્સનો સારો પ્રતિસાદ

વિવનીટ પ્રદર્શનના એડવાઇઝર મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે, એકઝીબીશનમાં વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્‌સ તથા રેપીયર જેકાર્ડથી બનેલી આઇટમ્સ જેવી કે ટોપ ડાયડ સાડી, ડાયબલ વિસ્કોસ સાડી, ડાયબલ નાયલોન સાડી, કર્ટન ફેબ્રિક, સોફા ફેબ્રિક, લુંગી ફેબ્રિક, બ્રોકેડ ફેબ્રિકસ અને ટેકનીકલ ટેકસટાઇલ્સના ઘણા ઓર્ડર્સ એકઝીબીટર્સને મળી રહયા છે. આવતીકાલે ત્રીજા દિવસે પણ બાયર્સ તથા વિઝીટર્સનો ધસારો જોવા મળશે.

Back to top button