અમદાવાદમાં એસ.જી. હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રક પાછળ ડમ્પર ઘૂસતા ડ્રાઈવરનું કમકમાટીભર્યું થયું મૃત્યુ
અમદાવાદ, 24 ઓકટોબર, અમદાવાદના એસ.જી. હાઇવે પર ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસ.જી. હાઈવે પર વાયએમસીએ ચોકડી નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર બનાવ બાદ અહીંથી પસાર થતા લોકો ઉભા રહી ગયા હતા અને તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. ડમ્પરના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદનો S.G હાઈવે અકસ્માત ઝોન બની ગયો છે. બેફામ ચાલતા ડમ્પરો વારંવાર અકસ્માત સર્જે છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. એસજી હાઇવે પર આવેલા YMCA ક્લબ પાસે રહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અમદાવાદ શહેરમાં ફરી એક વખત એસજી હાઇવે પર અકસ્માતના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. મોડીરાત્રે 3:30 વાગ્યાની આસપાસ લોખંડની પાઈપ ભરીને જઈ રહેલી ટ્રકની પાછળ ડમ્પર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ડમ્પર ચાલકનું મૃત્યુ થયું હતું.
બીજી તરફ આ ડમ્પર રેતીથી ઓવરલોડ ભરેલી હતી. ડમ્પરના ડ્રાઈવર સાઈડનો સંપૂર્ણ ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. ડમ્પર ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પતરા કાપીને ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. વહેલી સવારે બનેલા અકસ્માત બાદ પણ એસજી હાઇવે પર લોકો ભેગા થવા લાગ્યા હતા અને અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. આ સમગ્ર બનાવ બાદ ટ્રાફિક પોલીસની ટીમ પણ બનાવના સ્થળે પહોંચી હતી અને અન્ય ટ્રાફિક માટેની પ્રક્રિયા હાથ ધરી હતી.
આ પણ વાંચો..અમદાવાદ: ઓનલાઇન છેતરપિંડી કરતી કંબોડિયા ગેંગનો પર્દાફાશ