ગુજરાતટ્રેન્ડિંગ

SG હાઇવે : આખલા સાથે કાર અથડાતા સર્જાયો અકસ્માત

Text To Speech

અમદાવાદના SG હાઇવેના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જેગુઆર કારથી દસ લોકોને કચડી માર્યા હતા. ત્યાર બાદ ઇસ્કોન બ્રિજ પર જ એક વ્યક્તિનું વાહનની ટક્કરે મોત થયું હતું. ત્યારે આજે રાત્રે અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે પર રાત્રે ફરી એકવખત અકસ્માત સર્જાયો છે.આ દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. બીજી તરફ આખલો ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.ઇસ્કોન બ્રીજ જાણે મોતનો બ્રીજ હોય તેવું લાગી રહ્યું છે.

મદદે આવેલા લોકોએ કારચાલકને કહ્યું કે બહાર નિકળી જાવ તો કારચાલકે બહાર નિકળવાના બદલે લોકોનું ટોળું ઉભું હોવા છતાં પહેલા કાર આગળ દસ ફૂટ ચલાવી કરી પણ કારને નુકશાન થયું હોવાથી તે વધુ આગળ જઇ શકે તેમ ન હતી અને આગળ મૃત આખલો પણ પડેલો હતો. જેથી લોકોએ બૂમો પાડી હતી કે કાર આગળ નહીં જાય તમે નીચે ઉતરી જાવ. તો કારચાલકે કાર રિવર્સમાં લીધી હતી.

આ પણ વાંચો : હવે રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવા પર CM નીતીશનું નિવેદન, ચહેરા પર હતો આવો ભાવ

કાર ચાલકને બહાર નિકળી જવા વિનંતી કરતા તે બહાર નિકળ્યો હતો.અકસ્માત બાદ હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સમાં ફોન કર્યો હોવાથી એમ્બ્યુલન્સ આવી ગઇ હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે સોલા સિવિલમાં લઇ જવાયો હતો.ઇસ્કોન બ્રિજની ઘટનાએ અમદાવાદીઓ પર ઘેરી અસર છોડી છે તેનું પણ એક ઉદાહરણ અહીં જોવા મળ્યું હતું.

આ પણ વાંચો : ડીસામાં અશાંત ધારો લાગુ કરવાની માંગ, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Back to top button