ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટકના પૂર્વ CM યેદિયુરપ્પા વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ, POCSO હેઠળ FIR દાખલ

Text To Speech
  • સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં છોકરીની માતાની ફરિયાદના આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો

બેંગલુરુ, 15 માર્ચ: ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા પર 17 વર્ષની વયની સગીરાની જાતીય સતામણીના આરોપમાં ફરિયાદ બાદ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, 2012 (POCSO)ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસ ગુરુવારે મોડી રાત્રે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં છોકરીની માતાની ફરિયાદના આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની સામે POCSOની કલમ 8(જાતીય શોષણ) અને ભારતીય દંડ સંહિતાની કલમ 354 A (કોઈપણ મહિલા પર હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

FIRના આધારે, આ ઘટના 2 ફેબ્રુઆરીએ બની હતી જ્યારે સગીરા અને તેની માતા છેતરપિંડીના મામલામાં સહાય મેળવવા પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગયા હતા. સગીરા પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેના પરિવારને બીજેપી નેતાની મદદ લેવી પડી હતી. પીડિતાની માતાએ બીજેપી નેતા પર એક રૂમમાં સગીરાનું યૌન શોષણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની ઓફિસ તરફથી શું કહેવામાં આવ્યું ?

આ મામલે પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની ઓફિસ તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આવા 53 કેસોની યાદી જારી કરવામાં આવી છે, જેમાં ફરિયાદી મહિલાએ અલગ-અલગ કારણોસર કેસ દાખલ કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની ઓફિસમાંથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ મહિલાને આવી ફરિયાદો કરવાની આદત છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પા ત્રણ વખત કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે 2008થી 2011 અને 2019થી 2021 તેમજ મે 2018 સુધી ટૂંકા ગાળા માટે રાજ્યનો હવાલો પણ સંભાળ્યો છે.

આ પણ જુઓ: નવા ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુના નામોની જાહેરાત

Back to top button