ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

‘કામના બદલામાં સેક્સ…’ કાસ્ટિંગ કોઓર્ડિનેટરે અભિનેત્રીને મોકલ્યા અભદ્ર મેસેજ, મિત્રએ શેર કરી ચેટ

Text To Speech
  • TV અભિનેત્રી પ્રેરણા ઠાકુર કાસ્ટિંગ કાઉચનો બની શિકાર 

મુંબઈ, 17 ઓગસ્ટ: પંડ્યા સ્ટોર નામની સિરિયલથી ફેમસ થયેલા એક્ટર મોહિત પરમારની મિત્ર પ્રેરણા ઠાકુર તાજેતરમાં કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. જેની માહિતી આપતાં ટીવી એક્ટરે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે, “તેની મિત્રને કાસ્ટિંગ કોઓર્ડિનેટર દ્વારા કામના બદલામાં સેક્સ કરવા કહેવામાં આવ્યું હતું. તે કાસ્ટિંગ કોઓર્ડિનેટરે અભિનેત્રીને અભદ્ર મેસેજ મોકલ્યા હતા.” આ ઘટના વિશે માહિતી આપતાં એક્ટરે તેની મિત્રની ચેટ્સ પણ શેર કરી. હવે આ ચેટ્સ વાયરલ થઈ રહી છે. આ સાથે મોહિતે તે કાસ્ટિંગ કોઓર્ડિનેટરનું નામ પણ જાહેર કર્યું છે.

 

કાસ્ટિંગ કાઉચ - HDNews

પંડ્યા સ્ટોરના અભિનેતાએ ચેટ્સ શેર કરી

તે ચેટ્સને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતી વખતે, પંડ્યા સ્ટોર અભિનેતાએ એક નોંધ લખી જેમાં તે છોકરીઓને આવા લોકોથી સાવચેત રહેવાની સલાહ આપી રહ્યો છે. આ નોટમાં તેણે તે કોઓર્ડિનેટરનો નંબર અને નામ પણ શેર કર્યું છે.

કાસ્ટિંગ કોઓર્ડિનેટરે અભદ્ર મેસેજ મોકલ્યા

અભિનેતા દ્વારા શેર કરવામાં આવેલી ચેટ્સમાં, તે કોઓર્ડિનેટર અભિનેત્રીને કામના બદલામાં તેની સાથે સેક્સ કરવા માટે કહેતો જોવા મળે છે. ચેટ્સમાં, તે જોઈ શકાય છે કે કેવી રીતે કાસ્ટિંગ કોઓર્ડિનેટર અભિનેત્રીને એક પછી એક અભદ્ર મેસેજ મોકલે છે, જેની સાથે એક સરનામું પણ મોકલ્યું છે જ્યાં તે તેણીને આવવાનું કહે છે.

મોહિતની સ્ટોરીમાંથી જે માહિતી બહાર આવી છે તે મુજબ પ્રેરણાને અભદ્ર મેસેજ મોકલનાર વ્યક્તિનું નામ પ્રેમ મલ્હોત્રા હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, તે વ્યક્તિ સ્કાયલાઇન સ્પ્રી પ્રોડક્શનનો એક ભાગ છે.

ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મૂકી માહિતી આપી 

મોહિતે આ ચેટ્સ સાથે જે નોટ શેર કરી છે તેમાં તેણે લખ્યું છે કે, “આ કાસ્ટિંગ કોઓર્ડિનેટરથી સાવચેત રહો. તે મહિલા કલાકારોને હેરાન કરે છે અને તેની સાથે સૂવા માટે કહે છે. જો તે કાસ્ટિંગ માટે તમારો સંપર્ક કરે છે અથવા તમે તેને ઓડિશન ગ્રુપમાં જોવો, તો તેને બ્લોક કરીને રિપોર્ટ કરો અથવા તેની વિરુદ્ધ ફરિયાદ કરો.”

આ પણ જૂઓ: કોલકાતા: પીડિત મહિલા ડોક્ટરના માતા-પિતાએ વ્યક્ત કર્યું પોતાનું દર્દ, લોકોને કરી આ વિનંતી

Back to top button