ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં કૂતરું કરડવાના કેસમાં ઈન્જેક્શનની ભારે ઉણપ

Text To Speech
  • હડકવો થવાની શક્યતા વધારે લાગે તેવા કિસ્સામાં આ ઈન્જેક્શન અપાતું હોય છે
  • રેબિસ ઈમ્યુનોગ્લોબ્યુલિન 300 આઈયુ ઈન્જેક્શન એ જીવનરક્ષક દવામાં આવે છે
  • જરૂરી ઈન્જેક્શન માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખાવા પડે છે

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં કૂતરું કરડવાના કેસમાં ઈન્જેક્શનની ભારે ઉણપ છે. જેમાં GMERS વડનગર, જનરલ હોસ્પિટલ મહેસાણા સહિત 56 સ્થળે ધાંધિયા છે. તેમજ ઘા ઊંડો હોય, હડકવાની શક્યતા હોય ત્યારે વપરાતાં ઈન્જેક્શન જ નથી. તથા રેબિસ ઈમ્યુનોગ્લોબ્યુલિન 300 આઈયુ ઈન્જેક્શન એ જીવનરક્ષક દવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં રોડ અકસ્માતની સંખ્યામાં સતત વધારો, પણ મોડી રાત્રે થતા હોવાની માન્યતા ખોટી

હડકવો થવાની શક્યતા વધારે લાગે તેવા કિસ્સામાં આ ઈન્જેક્શન અપાતું હોય છે

રાજ્યની 56 જનરલ હોસ્પિટલ, સીએચસી સેન્ટર, સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વગેરે ખાતે કૂતરું કે પશુ કરડવાના કેસમાં વપરાતા ઈન્જેક્શનની લાંબા સમયથી અછત વર્તાઈ રહી છે, જેના કારણે દર્દીઓને ઈન્જેક્શન-સારવાર માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખાવા પડી રહ્યા છે, રેબિસ ઈમ્યુનોગ્લોબ્યુલિન 300 આઈયુ ઈન્જેક્શન એ જીવનરક્ષક દવામાં આવે છે. જોકે મોડેલ સ્ટેટના 56 જેટલા ટર્સરી કેર હોસ્પિટલો ખાતે ઈન્જેક્શન જ ઉપલબ્ધ નથી. તબીબોનું કહેવું છે કે, કૂતરું કે અન્ય કોઈ પશું કરડે અને ઘા વધુ ઊંડો હોય, હડકવો થવાની શક્યતા વધારે લાગે તેવા કિસ્સામાં આ ઈન્જેક્શન અપાતું હોય છે.

જરૂરી ઈન્જેક્શન માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખાવા પડે છે

સૂત્રો કહે છે કે, સુરત સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જીએમઈઆરએસ વડનગર, અમદાવાદની જનરલ હોસ્પિટલ સિંગરવા, રૂક્ષ્મણિબેન હોસ્પિટલ ખોખરા, વીરમગામ અને ધંધુકા, સુરતની જૂની સિવિલ હોસ્પિટલ, ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ- દાહોદ, જનરલ હોસ્પિટલ ભરૂચ વગેરે ખાતે આ જીવનરક્ષક દવામાં આવતા ઈન્જેક્શનનો પૂરતો જથ્થો નથી, દર્દીઓ અને તેમના સ્વજનોનું કહેવું છે કે, જરૂરી ઈન્જેક્શન માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખાવા પડે છે.

Back to top button