અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં લોકો બીમારીમાં સપડાતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસમાં વધારો થયો છે. ત્યારે રોગચાળાના ભયને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરમાં ફોગિંગની કામગીરી પણ હાથ ધરાઈ છે.
મચ્છરજન્ય રોગમાં વધારો
ચોમાસાની ઋતુમાં મચ્છરનો ત્રાસ ખુબ જ વધી જાય છે જેને પગલે હાલ નોધાતા કેસમાં મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના વટવા, લાંભા, સરસપુર વિસ્તારમાં સૌથી વધારે મેલેરિયા, ટાઈફોડ, ઝાડા-ઉલટીના કેસ સામે આવ્યા છે. AMCના ચોપડે નોંધાયેલા શહેરના કુલ કેસ પર નજર કરીએ તો. જુલાઈ મહિનામાં સાદા મેલેરિયાના 98, ડેન્ગ્યૂના 1 મહિનામાં જ 43 અને ચિકનગુનિયાના 12 દર્દી સામે આવ્યા છે. જુલાઈમાં ઝાડા-ઉલટીના 916 અને કમળાના 245 કેસ સામે આવ્યા. કોરોનાના પણ 9 ટકા પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે.