- 7 જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલ્ટાની શક્યતા
- નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર
- 21 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું
ગુજરાતમાં કડકડતી ઠંડી શરૂ થઇ છે. ત્યારે 21 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. તથા 8.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમરેલીમાં 10 ડિગ્રી, પોરબંદર અને કેશોદમાં 11 ડિગ્રી પારો રહ્યો છે. હવામાનને લઇ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરુ થયો છે. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છમાં કાતિલ ઠંડી પડી રહી છે.
નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર
નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર થયો છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો છે. જેમાં 21 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. તેમજ 8.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે. અમરેલીમાં 10 ડિગ્રી, પોરબંદર અને કેશોદમાં 11 ડિગ્રી તથા રાજકોટ અને ડિસામાં તાપમાન 11 ડિગ્રી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતના હવામાન પર અસર થશે. તેમજ અરબીસમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની શક્યતા છે.
7 જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલ્ટાની શક્યતા
7 જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલ્ટાની શક્યતા છે. વાતાવરણ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં મોટા ફેરફાર થશે. આજથી રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરુ થયો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને, કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી છે. કચ્છના કોલ્ડસીટી ગણાતા નલિયામાં ઠંડીનો પારો સિંગલ ડિઝીટમાં નોંધાઇ રહ્યો છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. કચ્છના નલિયા અને પાટનગર ગણાતા ભુજ શહેરમાં ઠંડીનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.