ભાવનગર રેલવે ડિવિઝનની કેટલીક ટ્રેનો 04 નવેમ્બર સુધી પ્રભાવિત રહેશે
ભાવનગરઃ પશ્ચિમ રેલવેના બોરીવલી સ્ટેશન યાર્ડ ખાતે 6ઠ્ઠી લાઇન પર કામ માટે લેવામાં આવતા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. ભાવનગર ડિવિઝનના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-
1.વેરાવળથી 03.11.2023 અને 04.11.2023ના રોજ દોડતી વેરાવળ-બાંદ્રા એક્સ્પ્રેસ (19218) બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. 05.11.2023 થી, આ ટ્રેન તેના નિર્ધારિત સમય મુજબ બાંદ્રા ટર્મિનસ સ્ટેશન સુધી દોડશે.
2. બાંદ્રા ટર્મિનસથી 03.11.2023, 04.11.2023 અને 05.11.2023ના રોજ દોડતી બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેન (12971) બાંદ્રાને બદલે બોરીવલી સ્ટેશનથી દોડશે. 06.11.2023 થી, આ ટ્રેન તેના નિર્ધારિત સમય મુજબ બાંદ્રા ટર્મિનસથી દોડશે.
3. ભાવનગર ટર્મિનસથી 03.11.2023 અને 04.11.2023ના રોજ દોડતી ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન (12972) બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. 05.11.2023 થી, આ ટ્રેન તેના નિર્ધારિત સમય મુજબ બાંદ્રા ટર્મિનસ સુધી દોડશે.
4. બાંદ્રા ટર્મિનસથી 03.11.2023, 04.11.2023 અને 05.11.2023ના રોજ દોડતી બાંદ્રા-વેરાવળ સુપરફાસ્ટ ટ્રેન (19217) બાંદ્રાને બદલે બોરીવલી સ્ટેશનથી દોડશે. 06.11.2023 થી, આ ટ્રેન તેના નિર્ધારિત સમય મુજબ બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી દોડશે.
5. 04.11.2023 શનિવારના રોજ મહુવાથી દોડતી મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન (22990) પેરિંગ રેકના અભાવે સંપૂર્ણપણે રદ (Fully Cancelled) કરવામાં આવશે.
આ પણ વાંચોઃ છત્તીસગઢના ભિલાઈમાં EDને ડ્રાઈવરના ઘરમાં 5 કરોડ રુપિયા મળ્યા