ખુશીઓનું સરનામું : ડીસામાં દિવ્યાંગ બાળકોને ભોજન પીરસાયુ
પાલનપુર : ડીસામાં રોટરી ક્લબ ડિવાઇન દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે. બાળકોને અભ્યાસ માટે જરૂરી ચીજ- વસ્તુઓ તેમજ શાળાઓમાં જાગૃતિ માટેના કાર્યક્રમ સહિત અનેક સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ચાલી રહ્યા છે. ત્યારે ડીસાના લાટી બજાર વિસ્તારમાં દિવ્યાંગ બાળકો માટેનું “ખુશીઓ સરનામું” આવેલું છે.જ્યાં દિવ્યાંગ બાળકોને જીવનમાં ઉપયોગી બને તેવી તાલીમ આપવામાં આવે છે.
ત્યારે રોટરી ક્લબ ડિવાઇન દ્વારા 50 જેટલા દિવ્યાંગ બાળકોને મધ્યાન ભોજન પીરસવામાં આવ્યું હતું. જેમાં પૂરી, શાક અને મિષ્ઠાન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર રીટાબેન પટેલે જણાવ્યું હતું કે ભોજનના દાતા જાગૃતીબેન હતા.
આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, જોઈન્ટ સેક્રેટરી કાંતાબેન પટેલ, ધર્મિષ્ઠાબેન વીણાબેન અને દીપિકાબેન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સંસ્થાના સંકલનકર્તા વનરાજસિંહ, આનંદભાઈ અને કર્મચારીઓ પણ વ્યવસ્થામાં સહયોગી બન્યા હતા.
આ પણ વાંચો : રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, બેદરકારીને કારણે થેલિસેમિયાગ્રસ્ત યુવતીના મોતનો આરોપ