ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં દુબઈ અને સિંગાપોર જેવી આઇકોનિક 7 બિલ્ડિંગને મંજૂરી, જાણો કયા સ્કાય સ્ક્રેપર બનશે

Text To Speech
  • અત્યાર સુધી 3 વર્ષમાં કુલ 22 બિલ્ડિંગ્સને પરમિશન અપાઈ
  • દુબઈ અને સિંગાપોરનું સ્વરૂપ આપવા ક્વાયત હાથ ધરાઈ
  • સાત પૈકી પાંચ AMC હદમાં, 1 વૈષ્ણોદેવી સર્કલ-GMCમાં અને 1 ઔડાની હદમાં બનશે

અમદાવાદમાં સાત ઊંચી આઇકોનિક બિલ્ડિંગને મંજૂરી આપવામાં આવી છે. તેમાં શહેરમાં સ્કાય સ્ક્રેપર બનશે. મેગાસિટી અમદાવાદને સ્કાય સ્ક્રેપરથી સજાવવા વધુ સાત ઊંચી આઇકોનિક બિલ્ડિંગને મંજૂરી આપવામાં આવી છે. સાત પૈકી પાંચ AMC હદમાં, 1 વૈષ્ણોદેવી સર્કલ-GMCમાં અને 1 ઔડાની હદમાં બનશે.

Ahmedabad
અમદાવાદ

અમદાવાદના એસજી હાઇવે રોડ પર આ પ્રોજેક્ટ રહેશે

અમદાવાદના એસજી હાઇવે અદભૂત પ્રોજેક્ટ આવી રહ્યાં છે. જેમાં ગુજરાતમાં સફલ ગોયલ બિલ્ડર્સના સ્કાયલાઇન પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યાં છે. શહેરમાં આઇકોનીક રોડ પર રાજપથ ક્લબ પાસે સફલ ગોયલ બિલ્ડર્સનો સ્કાયલાઇન પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યો છે. આ અદભૂત પ્રોજેક્ટ અમદાવાદની શાનમાં ઉમેરો કરી દેશે. તેમજ રિવેરા મેજિસ્ટિક નામનો પ્રોજેક્ટ શૈલા ઔડા વિસ્તાર સફલ ગોયલ રિયલ્ટી એલ.એલ.પી ડેવલપર તૈયાર કરી રહ્યું છે. તેઓએ રૂપિયા 511 કરોડનું રોકાણ કર્યું છે.

ગોતામાં રૂપિયા 781 કરોડનો પ્રોજેક્ટ છે

ઉલ્લેખનીય છે કે ગોતામાં રૂપિયા 781 કરોડનો પ્રોજેક્ટ છે. જ્યારે બાકીના 500 કરોડથી વધુના છે. જેમાં અતિથિ ગોકુલ પ્રોજેક્ટ ગોતાબ્રિજ પાસે છે તેના ડેવલોપર ભવાન ભરવાડ છે. તથા મારૂતિ 360 પ્રોજેક્ટ વાઇડ એન્ગલ સામે છે તેમાં મયંક રતિલાલ પટેલ અંજનિ ડેવલોપર છે. બ્રિલિયા પ્રોજેક્ટ છારોડી તળાવ પાસે તેમાં ડેવલોપર મોર્ગેશ રમેશ પટેલ તથા હારમની હરિકેશ સાયન્સ સિટી રોડ પાસે આવશે. ધ સોવેરિન પ્રોજેક્ટ થલતેજ-શીલજ બ્રિજ પાસે આવશે તેમાં શ્રીકાંત એસ.પરીખ આશિમા લિમિટેડ ડેવલોપર છે. તેમજ ટ્રોજન ટ્વિન ડાવર વૈશ્નોદેવી સર્કલ પાસે આવશે તેમાં રાધે્ય વેન્ચર્સ LLP ભાગીદાર વિનોદકુમાર પટેલ ડેવલોપર્સ છે.

આ પણ વાંચો: અમદાવાદથી સીધા અયોધ્યા 1 કલાક અને 50 મિનિટમાં જઇ શકાશે, ભાડું પણ ઓછુ

દુબઈ અને સિંગાપોરનું સ્વરૂપ આપવા ક્વાયત હાથ ધરાઈ

દુબઈ અને સિંગાપોરનું સ્વરૂપ આપવા ક્વાયત હાથ ધરાઈ છે. અગાઉ 100 મીટરથી ઊંચી 15 ગગનચુંબી ઇમારતોને પરમિશન અપાઈ ચૂકી છે. ગુજરાતમાં અત્યારે 100 મીટરથી વધુ હાઇટ ધરાવતા 15 ટોલ આઇકોનિક બિલ્ડિંગ્સમાં વધુ 7 ગગનચુંબી ઇમારતોનો ઉમેરો થશે. આ સાત પૈકી પાંચ નવા ટોલ બિલ્ડિંગ્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં એક ઔડા વિસ્તારમાં અને એક ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સ્થપાશે. અંદાજે રૂ.4,038 કરોડના રોકાણથી સર્જાનારા આ નવા ટોલ બિલ્ડિંગ્સ માટે શહેરી વિકાસ વિભાગે સત્તાવાર મંજૂરી આપી દીધી છે, હવે ફક્ત 15મી ડિસેમ્બરે દસમી વાઇબ્રન્ટ સમિટના પૂર્વાર્ધમાં યોજાનારા શહેરી વિકાસ વિભાગના સેમિનારમાં નવા બિલ્ડિંગ્સના પ્રમોટરો સાથે ઔપચારિક એમઓયુ થશે.

આ પણ વાંચો: સુરત ડાયમંડ બુર્સ વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા

અત્યાર સુધી 3 વર્ષમાં કુલ 22 બિલ્ડિંગ્સને પરમિશન અપાઈ

અગાઉ જે 100 મીટરથી ઊંચા 15 બિલ્ડિંગ્સને પરમિશન અપાઈ છે અને અત્યારે કન્સ્ટ્રક્શન પ્રગતિમાં છે તે પૈકી 12 બિલ્ડિંગ્સ અમદાવાદ મ્યુનિ.કોર્પો.તથા ઔડાની હદમાં સ્થપાઈ રહ્યાં છે, જ્યારે એક-એક બિલ્ડિંગ્સ સુરત, વડોદરા, ગાંધીનગર મ્યુનિ. કોર્પો.ની હદમાં બની રહી છે. આમ રાજ્ય સરકારે દુબઈ-સિંગાપોરની માફક આકાશ ચુંબતા 100 મીટરથી ઊંચા બિલ્ડિંગ્સ બાંધવા માટે 18 ઓગસ્ટ-2020ના રોજ જાહેરનામા દ્વારા ખાસ નીતિ બહાર પાડી એ પછી અત્યાર સુધી 3 વર્ષમાં કુલ 22 બિલ્ડિંગ્સને પરમિશન અપાઈ છે.

Back to top button