ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનના હનુમાનગઢમાં ટ્રક અને કાર વચ્ચે થયેલી અથડામણમાં સાતના મૃત્યુ

Text To Speech
  • હનુમાનગઢમાં વધુ ઝડપે ઓવરટેક કરવું એક પરિવારને મોંઘુ પડ્યું
  • સામેથી આવતી ટ્રક સાથે કાર અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ નીપજયાં મૃત્યુ

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં વધુ ઝડપે ઓવરટેક કરવું એક પરિવારને મોંઘુ પડ્યું છે. શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે હનુમાનગઢ સરદારશહેર-મેગા હાઈવે પર લખુવાલી શેરગઢ ગામની વચ્ચે સામેથી આવતી ટ્રક સાથે કાર અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે થયેલી અથડામણમાં સાત લોકોના મૃત્યુ થયા છે તો ગંભીર રીતે ઘવાયેલા બે બાળકોને બિકાનેર રીફર કરવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ કચડાઈ ગયો હતો અને તેના ભાગો દૂર દૂર સુધી વેરવિખેર થઈ ગયા હતા.

 

મૃતકો જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી ઘરે જઈ રહ્યા હતા

અહેવાલો મુજબ, એસ.પી. ડૉ. રાજીવ પચારે જણાવ્યું કે, “ કારમાં બાળકો સહિત નવ લોકો મુસાફરી કરી રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, નૌરંગડેસરમાં રહેતા ગુરબચનસિંહ મજબીનો પરિવાર તેમના ઘરથી ચાર કિલોમીટર દૂર આદર્શનગર ગામમાં જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી પોતાની કારમાં ગામથી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન રાત્રીના 10 વાગ્યા દરમિયાન હનુમાનગઢથી સરદારશહેર મેગા હાઈવે પર લખુવાલી શેરગઢ ગામ પાસે ઓવરટેક કરવા જતાં કાર સામેથી આવતી સિમેન્ટ ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી.”

સાત લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં

ભયાનક માર્ગ અકસ્માતની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે બાદ એસ.પી. ડો.રાજીવ પચાર પણ શનિવારે મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટ્રક ચાલકો અને અન્ય લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા ત્યાં સુધીમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળે હાજર લોકોએ ઘણી જહેમત બાદ કારમાં બેઠેલા બાળકો, મહિલાઓ અને પુરુષોને બહાર કાઢવા પડ્યા હતા.

આ પણ જુઓ :રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓનો પક્ષ પલટો

Back to top button