

ગાંધીનગરઃ (GPSC)ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતાં ઉમેદવારો માટે મહત્વના સમાચારો મળ્યાં છે.(Exam postponed) આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનાર સાત પરીક્ષાઓ અગમ્ય કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત આ પરીક્ષાઓની નવી તારીખ આગામી દિવસોમાં આયોગ દ્વારા જાહેર કરાશે તેમ એક યાદીમાં જણાવાયું છે.
પરીક્ષા 13થી 15 ડિસેમ્બર સુધીમાં લેવાનાર હતી
ડિસેમ્બર મહિનામાં યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, ન્યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, પેડિયાટ્રીક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 તથા કાર્ડિયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1ની પ્રાથમિક કસોટીની પરીક્ષા 13થી 15 ડિસેમ્બર સુધીમાં લેવાનાર હતી. જે વહિવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે આ પરીક્ષાની સૂચિત નવી તારીખ 21 અને 22 ફેબ્રુઆરી 2024 દર્શાવવામાં આવી છે.