ગુજરાતટોપ ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાંથી પ્રાચીન સાત સાંસ્કૃતિક સ્તર મળ્યા

Text To Speech
  • વડનગર ખાતે પુરાતત્વીય ખોદકામનો અભ્યાસ થયો
  • સૌથી જૂનું સ્તર 2800 વર્ષ પ્રાચીન છે
  • ઉત્ખનન બાદ એક બૌદ્ધ મઠ પણ મળી આવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાંથી પ્રાચીન સાત સાંસ્કૃતિક સ્તર મળ્યા છે. જેમાં વડનગરમાં 2,800 વર્ષ પ્રાચીન માનવ વસવાટના અવશેષો પણ મળ્યા છે. IIT ખડગપુર, ASI, PRL તથા JNUના સંશોધકોને મોટી સફળતા મળેલી છે. જેમાં પાંચ વર્ષથી થઈ રહેલા ઉત્ખનન બાદ એક બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. તેમાં સાત સાંસ્કૃતિક સ્તર શોધી કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં અકસ્માતથી થતાં મોતનો આંકડો જાણી રહેશો દંગ 

સૌથી જૂનું સ્તર 2800 વર્ષ પ્રાચીન છે

આઇઆઇટી ખડગપુર, આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (ASI), ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) તથા ડેક્કન કોલેજના સંશોધકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર ગામમાં 2800 વર્ષ પ્રાચીન માનવ વસવાટના અવશેષો મળી આવ્યા છે. ASI વડનગરમાં 2016થી કાર્યરત છે અને તેમણે 20 મીટરની ઊંડાઇ સુધી ખોદકામ કર્યું છે. વડનગરનો ઈતિહાસ ઘણો જૂનો છે. સાત સાંસ્કૃતિક સ્તર શોધી કાઢવામાં આવ્યા છે, જે પૈકી સૌથી જૂનું સ્તર 2800 વર્ષ પ્રાચીન છે.

આ પણ વાંચો: ગુજરાતમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો

વડનગર ખાતે પુરાતત્વીય ખોદકામનો અભ્યાસ થયો

IIT ખડગપુર દ્વારા એક નિવેદનમાં જણાવ્યાનુસાર વડનગર ખાતે પુરાતત્વીય ખોદકામનો અભ્યાસ એ પણ સૂચવે છે કે આ 2800 વર્ષ દરમિયાન વિવિધ સામ્રાજ્યોના ઉદય અને પતન તેમજ મધ્ય એશિયાના યોદ્ધાઓ દ્વારા ભારત પર વારંવારના આક્રમણો વરસાદ અથવા દુષ્કાળ જેવા આબોહવા સંબંધિત ગંભીર ફેરફારોને કારણે થયા હતા.

Back to top button