ઉત્તર ગુજરાત

સેવા : લમ્પીગ્રસ્ત ગાયોની વ્હારે ડીસાની ધિયાન હોન્ડા ટીમ !

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસના કારણે અનેક ગાયોના મોત નિપજયા છે. ત્યારે આ રોગ વધુ ના પ્રસરે અને ગાયોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદિક લાડુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ડીસાના ધિયાન હોન્ડા પરિવાર દ્વારા પણ અઢીસો કિલો આયુર્વેદિક લાડુ બનાવી અને તે ગાયોને ખવડાવવામાં આવ્યા હતા.

લમ્પી વાયરસે બનાસકાંઠામાં કહેર મચાવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 968 ગામોમાં આ વાયરસ પ્રસરી ચૂક્યો છે. અને કુલ 37,750 પશુઓ લમ્પી વાયરસનો ભોગ બન્યા છે. જેમાં કુલ 867 પશુઓના કરુણ મોત નિપજયા છે. ત્યારે વધુ પશુઓ લમ્પી વાયરસના ભોગ ના બને તે માટે અનેક સંસ્થાઓ દ્વારા પણ આયુર્વેદિક લાડુ બનાવીને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડીસામાં ધિયાન હોન્ડા પરિવાર દ્વારા પણ અઢીસો કિલો આયુર્વેદિક લાડુ બનાવવામાં આવ્યા હતા.

જે ધિયાન હોન્ડા પરિવારના કર્મચારીઓ દ્વારા માર્કેટયાર્ડ, રેલવે સ્ટેશન રોડ, જુનાડીસા રોડ અનેક ગાયોને આ આયુર્વેદિક લાડુ ખવડાવવામાં આવ્યા હતા. જ્યારે જુનાડીસા પાંજરાપોળમાં બનાવવામાં આવેલા લંપી વાયરસના આઇસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલી ગાયોને પણ ધિયાન હોન્ડા પરિવારના કર્મચારીઓએ આ ગાયોને આયુર્વેદિક લાડુ ખવડાવ્યા હતા. આયુર્વેદિક લાડુ બનાવીને સેવા કરનારા મિતેશભાઇ પંચાલ અને સુનિલભાઈ ધરમાણીએ જણાવ્યું હતું કે, આ આયુર્વેદિક લાડુ બનાવવા માટે અજમો, ગીલોય પાવડર, ગોળ, તલનું તેલ, બાજરીનું ભરડુ, બાજરીનો લોટ, સુદર્શન પાવડર, અરડુશીના પત્તા, કાળા મરી અને પાણીનું મિશ્રણ તૈયાર કર્યા બાદ તેમાંથી લાડુ તૈયાર કરવામાં આવે છે. જે લમ્પી વાયરસથી પીડાતી ગાયો માટે અસરકારક બની રહે છે.

આ પણ વાંચો: Video : ઢોર પકડનાર ગાડીને જોઈ ગાય એક ઘરના પહેલા માળે પહોંચી ગઈ, પછી થયું જોવા જેવું

સેવાભાવી યુવાનોની નિસ્વાર્થ સેવા

ડીસાના મિતેશભાઇ પંચાલ અને સુનિલભાઈ ધરમાણીએ શહેરમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં આયુર્વેદિક લડો લાડુ બનાવવા તેઓ પહોંચી જાય છે. આ બંને મિત્રો તેમની ટીમ સાથે નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે. ડીસાની ઘણી સંસ્થાઓને તેમને આયુર્વેદિક લાડુ તૈયાર કરીને આપ્યા છે. આ લાડુ રાજસ્થાન સુધી લમ્પિગ્રસ્ત ગયોને પણ મોકલવામાં આવ્યા છે.

Back to top button