ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારી:ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે હાઇવે બાજુની ગટરો જામ થતાં 65થી 70 દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યું

Text To Speech

પાલનપુર: ડીસામાં નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીનો ભોગ આખોલ ચાર રસ્તા પાસેના દુકાનદારો બની રહ્યા છે. હાઇવેની બાજુમાં આવેલી ગટરો સાફ ન થતા હવે ચોમાસાનું ગંદુ પાણી દુકાનોમાં ભરાઈ જતા દુકાન માલિકોને અંદાજિત દોઢથી બે કરોડ રૂપિયાનુ નુકસાન વેઠવું પડ્યું છે.

દુકાનોમાં વરસાદી પાણી-humdekhengenews

ડીસામાં પ્રિ-મોન્સૂન પ્લાનિંગ નિષ્ફળ નિવડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે દર વર્ષે ચોમાસા પૂર્વે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પણ હાઇવેની આજુબાજુમાં પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ગટર લાઈનોની સાફ સફાઈ કરાવવાની હોય છે. જેના માટે દર વર્ષે પ્રિ-મોન્સૂન પ્લાનિંગનું આયોજન થતું હોય છે, પરંતુ ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ હાઇવે ઓથોરિટીની ગટરો સાફ ન થતા હવે ચોમાસાના પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. જેથી સામાન્ય વરસાદ થતાં જ આખોલ ચાર રસ્તા પાસે વરસાદી પાણી ગટર લાઈન મારફતે નિકાલ થવાને બદલે દુકાનોમાં ઘૂસી ગયુ છે.

અંદાજિત દોઢથી બે કરોડનું નુકસાન

આખોલ ચાર રસ્તા પાસે આવેલી અંદાજિત 65થી 70 જેટલી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા દુકાનદારોની હાલત કફોડી બની છે. અહીં મોટાભાગે રીપેરીંગ કામ સહિત કારીગરોની દુકાનો આવેલી છે અને હવે દુકાનોમાં પાણી ઘૂસી જતા અઠવાડિયા સુધી પાણી ઓસરે તેવી કોઈ જ શક્યતા દેખાતી નથી. જેથી અહીંના દુકાનદારોને અંદાજિત દોઢથી બે કરોડ રૂપિયાનું નુકસાન થવાની શક્યતાઓ છે.

દુકાનોમાં વરસાદી પાણી-humdekhengenews

અહીંના અસરગ્રસ્ત દુકાનદાર સંતોષ અને જયંતી એ જણાવ્યું હતું કે, ડીસામાં સામાન્ય વરસાદ જ પડ્યો છે. એટલામાં અમારી દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે. હાઇવે ઓથોરિટીએ ગટરોની સાફ-સફાઈ કરી નથી જેથી પાણીનો કોઈ જ નિકાલ થઈ શકતો નથી. વરસાદનું પાણી રોડ પર ભરાઈને અમારી દુકાનોમાં ઘૂસી ગયું છે. તેના કારણે અમારે એક એક દુકાનદારને અંદાજિત બેથી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થવાની શક્યતાઓ છે. અઠવાડિયા સુધી પાણી સુકાય તેમ નથી. હવે અમારે મજૂરીકામ કરતા લોકોએ અઠવાડિયા સુધી કઈ રીતે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવવું તે એક મોટો સવાલ છે.

આ પણ વાંચો : હવે વંદે ભારત ટ્રેન પણ જોવા મળશે આ કલરમાં, રેલમંત્રીએ જાહેર કરી પ્રથમ તસવીર

Back to top button