સુરતની હોસ્પિટલની ગંભીર બેદરકારી: અજાણી મહિલા નવજાત બાળકીને થેલામાં નાખી ફરાર


સુરત: 22 માર્ચ: 2025: હોસ્પિટલમાંથી નવજાત બાળકોની ચોરીની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે હવે ફરી એક એવી જ ઘટના સુરત સિવિલ હોસ્પિટલમાં સામે આવી છે. Serious negligence by Surat hospital સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીને ચોરી થઇ હોવાની ઘટના સામે આવતાં તંત્ર દોડતું થયું છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ હોસ્પિટલમાં પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે.
Unknown woman absconds with newborn baby નવી સિવિલ હૉસ્પિટલ દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન છે, પરંતુ આ હૉસ્પિટલ વારંવાર વિવાદ અને ચર્ચામાં આવતી રહે છે. હવે નવી સિવિલ હૉસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. નવી સિવિલ હૉસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાંથી એક અજાણી મહિલએ નવજાત બાળકીની ચોરી કરવાની ઘટના ઘટી છે. મળતી માહિતી અનુસાર, 21 માર્ચને શુક્રવારે રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી છે. બાળક ચોરીની જાણ થતા જ હોસ્પિટલમાં ભારે હલચલ મચી ગઈ હતી.
જાણો સમગ્ર મામલો ?
પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલ ગોવર્ધન નગરમાં 23 વર્ષીય સંધ્યા ધીરજ શુક્લા પરિવાર સાથે રહે છે. સંધ્યાને પ્રસૂતિનો દુઃખાવો ઉપડયો હતો. જેથી પરિવારજનો તેણીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં સ્ટેમસેલ બિલ્ડિંગમાં સંધ્યાએ બાળકને જન્મ આપ્યું હતું. બાદમાં બાળક અને સંધ્યાને બિલ્ડિંગમાં બીજા માળે વધુ સારવાર માટે દાખલ કર્યા હતા.
ત્યારબાદ સાંજે 7:00 વાગ્યાના સમયગાળામાં સંધ્યાની નજર ચૂકવીને એક અજાણી મહિલાએ નવજાતને થેલામાં નાખીને ચોરી કરી લીધી અને ફરાર થઇ ગઈ હતી. પરિવારને એ અંગે જાણ થતા તેમણે હૉસ્પિટલમાં તેની શોધખોળ શરૂ કરી હતી અને તે ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો..ગોધરાકાંડ પછીના રમખાણોના કેસમાં 6 આરોપીઓને ‘સુપ્રીમ’ રાહત, SCએ નિર્દોષ જાહેર કર્યા