ભાવનગર- અમદાવાદ હાઇવે પર ગંભીર અકસ્માત, કારમાં આગ લાગતા એક ભડથું


છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં વધુ એક અસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ભાવનગર-અમદાવાદ હાઈવે પર ઈકો કારનો અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
ભાવનગર-અમદાવાદ હાઈવે પર અકસ્માત
મળતી માહીતી મુજબ ભાવનગર-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કારનો અકસ્માત સર્જાતા કારમાં આગ લાગી હતી. જેના કારણે કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.વિગતો મુજબ કારમાં રહેલી CNG ગેસ કિટના લીધે કારમાં આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં કારમાં સવાર વ્યક્તિનું ઘટના સ્થળ પર જ સળગી જતા મોત નીપજ્યું હતું.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસની ઘટનાસ્થળે આવી પહોંચી હતી. અને કારના માલિક અને મૃત્યુ પામનાર વ્યક્તિ વિશે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : ગરમી અને બફારાથી ક્યારે મળશે રાહત ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી