ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટમાં ગંભીર અકસ્માત, નબીરાએ 9 વાહન અને 5 લોકોને ફંગોળી નાખ્યા

Text To Speech
  • આ કાર ચાલક નશાની હાલતમાં હોવાની શંકા છે
  • પોલીસે ફોર્ચ્યુનર કારના ચાલકની અટકાયત કરી લીધી છે
  • ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ગુજરાતમાં નબીરાઓ બેફામ બન્યા છે. જેમાં અમદાવાદના વિસ્મય શાહ અને તથ્ય પટેલે સર્જેલા અકસ્માતને હજુ લોકો ભૂલ્યા નથી. ત્યારે રાજકોટમાં ગંભીર અકસ્માતના દ્વશ્યો સામે આવ્યા છે. જેમાં એક નબીરાએ શંકાસ્પદ નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી 9 વાહનોને ઉડાવ્યા હતા, જ્યારે 5 થી 6 લોકોને ઇજા પહોંચાડી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે 9 જેટલા વાહનોને અડફેટે લેતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ફોર્ચ્યુનર કારના ચાલકની અટકાયત કરી લીધી છે. અને નબીરો નશાએ નશો કર્યો છે કેમ તે માટે મેડિકલ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળીના રાત્રે લોકો દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર એક યુવકે બેફામ કાર હંકારી કહેર વર્તાવ્યો હતો. ફોર્ચ્યુનર કાર લઇને નિકળેલા યુવકે 9 જેટલા વાહનોને ટક્કર મારી હતી, જ્યારે 5 જેટલા લોકોને ઘાયલ કર્યા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ કાર ચાલક નશાની હાલતમાં હોવાની શંકા છે

આ કાર ચાલક નશાની હાલતમાં હોવાની શંકા છે. અકસ્માત સમયે કારમાં એક મહિલા સહિત ત્રણ લોકો હાજર હતા. ફોર્ચ્યુનર કાર ચાલકે અકસ્માત સર્જતાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સદનસીબે મોટી જાનહાનિ થઇ નથી, પોલીસે કાર ચાલકની અટકાયત કરી પૂછપરછ કરી છે. પોલીસ પૂછપરછમાં અકસ્માત કરનાર કાર ચાલકનું નામ હિરેન પ્રસાદિયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે BNS કલમ 110, 281, 125(A)(B) તથા એમ.વી. એક્ટ કલમ 185, 177, 184 મુજબ ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો: ગુજરાતના મોટાભાગના શહેરોની હવામાં પ્રદૂષણ પણ વધ્યું, અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ જાણો કેટલો થયો

 

Back to top button