ટ્રેન્ડિંગસ્પોર્ટસ

સેરેનાએ ટેનિસને કહ્યું, ‘અલવિદા…’

Text To Speech

જે ટેનિસ ખેલાડીએ ટેનિસની પરિભાષા જ બદલી નાખી છે એવી અમેરિકાની ટોપ અને વિશ્વની શ્રેષ્ઠ ખેલાડી સેરેના વિલિયમ્સે નિવૃતિ લેવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ 40 વર્ષીય ટેનિસ સ્ટારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું કે, જીવનમાં એક એવો સમય આવે છે, જ્યારે આપણે એક અલગ દિશામાં આગળ વધવાનો નિર્ણય કરવાનો હોય છે. તે સમય હંમેશા મુશ્કેલ હોય છે, જ્યારે તમે કોઈ વસ્તુને એટલો પ્રેમ કરો છો. હું ટેનિસનો આનંદ લેતી આવી છું. પરંતુ હવે ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Serena Williams (@serenawilliams)


સેરેનાએ ઇન્સ્ટા પર કરી જાહેરાત

ટેનિસ દિગ્ગજ સેરેના વિલિયમ્સે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું કે, જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે આપણે એક અલગ દિશામાં આગળ વધવાનો નિર્ણય કરવાનો હોય છે. તે સમય મુશ્કેલ હોય છે જ્યારે તમે કોઈ વસ્તુને વધુ પ્રેમ કરો છો. હું ટેનિસનો આનંદ લઉં છું. પરંતુ હવે ઉંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. મારે એક માં હોવા, પોતાના આધ્યાત્મિક લક્ષ્યો અને અંતમાં એક અલગ, પરંતુ માત્ર રોમાંચક સેરેનાની શોધ પર ધ્યાન કેન્દ્રીત કરવું છું. હું આવનારા કેટલાક સપ્તાહનો આનંદ લેવાની છું.

4 વખત ઓલિમ્પિક ગોલ્ડ વિજેતા

મહિલા ટેનિસની મહાન ખેલાડી સેરેના વિલિમ્યસે 4 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા છે. તેમજ યુએસ ઓપનમાં શાનદાર પ્રદર્શન કરતા પોતાના કરિયરમાં કુલ 6 વખત ટાઇટલ જીત્યું છે. તેણે વર્ષ 1999, 2002, 2008, 2012, 2013 અને 2014માં યુએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. તો તે 23 વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ઈજાનો સામનો કરી રહી હતી. ટેનિસ કોર્ટ પર તેણે વાપસી કરી પરંતુ ફોર્મે સાથ આપ્યો નહીં. પોતાના ખરાબ ફોર્મને કારણે લાંબા સમયથી તેની નિવૃત્તિની ચર્ચા ચાલી રહી હતી.

Back to top button