રેલવે સ્ટેશનની એક છતના કારણે આ દેશના પ્રધાનમંત્રીની ખુરશી ગઈ, પદ પરથી રાજીનામું આપવું પડ્યું
સર્બિયા, 29 જાન્યુઆરી 2025: સર્બિયાના પ્રધાનમંત્રી મિલોસ વુસેવિકે તેમના વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન બાદ રાજીનામું આપી દીધું છે. ગત વર્ષે એક રેલવે સ્ટેશનની છત પડ્યા બાદ લોકો તેમના પર ખૂબ ગુસ્સે હતાં.
સર્બિયાના ઉત્તરી શહેર નોવી સૈડમાં ગત વર્ષે નવેમ્બરમાં મુખ્ય રેલવે સ્ટેશન પર એક છત પડી ગઈ હતી. આ ઘટનામાં 15 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. ઘટના બાદથી દેશભરમાં વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા હતા.
પ્રદર્શનકારીઓનું માનવું હતું કે, રેલવે સ્ટેશન બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હતો. રેલવે સ્ટેશનનું 2 વાર રેનોવેશન કરવામાં આવ્યું હતું. તેનું કામ ચીની સરકારી કંપનીને સોંપવામાં આવ્યું હતું.
વિરોધ પ્રદર્શનને લઈને સર્બિયાના રસ્તા પર દરરોજ 11. 52 વાગ્યાથી 15 મિનિટ માટે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવતો હતો. આ દરમ્યાન વાહનોની અવરજવર પણ બંધ રહેતી હતી.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, રેલવે સ્ટેશનની છતનો ઉપરનો ભાગ પડવો ભ્રષ્ટાચાર અને ખરાબ કામનો નમૂનો છે. એટલા માટે પીએમ અને નોવી સાદના મેયરે રાજીનામું આપી દેવું જોઈએ.
આ દુર્ઘટનાના વિરોધમાં અસંખ્યા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોબાઈલની ફ્લેશ લાઈટ સળગાવીને વિરોધ પ્રદર્શન કરતા હગતા. બેલગ્રેડ યુનિવર્સિટીના છાત્રો દ્વારા શરુ કરવામાં આવેલા આ વિરોધ પ્રદર્શન ધીમે ધીમે જનતાની વચ્ચે ફેલાયું.
વધતા પ્રદર્શનની વચ્ચે પ્રધાનમંત્રીએ મિલોસ વુસેવિકે મંગળવારે 28 જાન્યુઆરી 2025ના રોજ રાજીનામું આપી દીધં. વુસેવિકે પ્રેસ કોન્ફ્રરન્સમાં કહ્યું કે, તેમના રાજીનામાનો ઉદ્દેશ્ય સર્બિયામાં તણાવ ઓછો કરવાનો છે. તેમણે તમામને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: ભારતમાં લગભગ 55% ટ્રક ડ્રાઈવરોની દૃષ્ટિમાં ખામી, સર્વેના આંકડાઓ તમને ચોંકાવી દેશે