વડોદરા: પોલીસે હાઇબ્રીડ ગાંજાનો રૂ. 22 લાખનો જથ્થો ઝડપી પાડ્યો


તાંદલજાના શકીલા પાર્કમાંથી ગાંજા સાથે યુવક ઝડપાયો
- મકાનમાં અગાઉ પણ ડ્રગ્સ મળી આવવાના કેસ બનેલા
- ઘરેથી હાઇબ્રીડ ગાંજાનું વેચાણ કરતા હતા
વડોદરાના તાંદલજા વિસ્તારના એક મકાનમાંથી પોલીસે હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડી એક કેરિયરની અટકાયત કરી છે. જ્યારે તેના પિતાને વોન્ટેડ જાહેર કર્યા છે.
ઘરે હાઇબ્રીડ ગાંજો હોવાનું અને તેનું વેચાણ થતું હોવાની વિગતો મળી
તાંદલજા બેસિલ સ્કૂલ પાસે આવેલા શકીલા પાર્કના મકાનમાં રહેતા અબ્દુલ પટેલના ઘરે હાઇબ્રીડ ગાંજો હોવાનું અને તેનું વેચાણ થતું હોવાની વિગતોને પગલે એસ.ઓ.જીની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે મકાનમાં સર્ચ કરતા રૂ.22 લાખની કિંમતનો 700 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. મકાનમાંથી આદિબ અબ્દુલ પટેલ મળી આવતાં તેની અટકાયત કરવામાં આવી હતી.
મકાનમાં અગાઉ પણ ડ્રગ્સ મળી આવવાના કેસ બનેલા
અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયેલો તેનો પિતા અબ્દુલ પટેલ સુરત તરફ હોવાની વિગતો મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આદિબ પાસેથી એક મોબાઇલ પણ કબજે કર્યો છે જેના આધારે ગાંજાનું નેટવર્ક જાણવા માટે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીના નેજા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ મકાનમાં અગાઉ પણ ડ્રગ્સ મળી આવવાના કેસ બનેલા હતા અને અબ્દુલ પટેલ થોડા સમય પહેલા પણ પકડાયો હતો.
આ પણ વાંચો: ગુજરાત: સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા