સેન્સેક્સ-નિફ્ટી લાઈફ ટાઈમ હાઈ પર ખુલ્યા, બેન્કિંગ શેરોમાં મોટો ઉછાળો
- સાપ્તાહિક એક્સપાયરીના દિવસે શેરબજાર જોરદાર ગતિ સાથે ખુલ્યું
નવી દિલ્હી, 14 ડિસેમ્બર : શેરબજારમાં શાનદાર તેજીનો તબક્કો જારી રહ્યો છે. સાપ્તાહિક એક્સપાયરીના દિવસે એટલે કે ગુરુવારે શેરબજાર જોરદાર ગતિ સાથે ખુલ્યું હતું. જેના કારણે સેન્સેક્સ-નિફ્ટી લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, આજના શરૂઆતી ટ્રેડિંગમાં BSE સેન્સેક્સ 620.52 પોઈન્ટ વધીને 70,205.12 પોઈન્ટ પર ખુલ્યો છે. તે જ સમયે, NSE નિફ્ટી 181.85 પોઈન્ટ વધીને 21,108.20 પોઈન્ટ પર પહોંચ્યો છે. આ બંને ઇન્ડેક્સ માટે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. શરૂઆતના વેપારમાં બેન્કિંગ શેરોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરોની વાત કરીએ તો ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ વગેરેમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે.
તેજીના રેકોર્ડ બન્યા અને તૂટ્યા
સેન્સેક્સ અને નિફટીએ એક મહિનામાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે. સેન્સેક્સ 1 મહિનામાં 4,654.60 પોઇન્ટ અથવા 7.09% વધ્યો છે તો નિફટીએ પણ મોટો ઉછાળો બતાવ્યો છે. ઇન્ડેક્સ 1 મહિનામાં 1,452.65 અંક અનુસાર 7.38% પોઇન્ટની તેની ગતિ બતાવી ચૂક્યુ છે. આ સમયગાળા દરમિયાન તેજીના અનેક રેકોર્ડ બન્યા અને તૂટ્યા છે.
ઇન્ફર્મેશન ટેક્નોલોજી કંપનીઓના શેરોમાં જોવા મળી તેજી
ફેડરલ રિઝર્વના વલણને કારણે ઇન્ફર્મેશન ટેક્નોલોજી કંપનીઓના શેરમાં વધારો થયો હતો જે 2024માં મલ્ટીપલ રેટ કટ તરફ સંકેત આપીને સેક્ટર માટે સરળ મેક્રો દૃશ્યની આશાને વેગ આપ્યો હતો. પરિણામે HCL ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, એલટીઆઈમિન્ડટ્રી અને ઈન્ફોસીસ જેવાં નામો નિફ્ટી 50 પર ટોપ ગેઈનર્સની યાદીમાં આવવા સાથે ટેક્નોલોજી શેરોમાં ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચો :ઓસ્ટ્રેલિયાએ હિન્દુ મંદિરો પરના હુમલાઓને ગંભીરતાથી લીધા: રાજદૂત ફિલિપ ગ્રીન