ભારે વોલેટિલીટી વચ્ચે સેન્સેક્સ, નિફ્ટી ફ્લેટ બંધ રહ્યા
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/driving-6.jpg)
અમદાવાદ, 13 ફેબ્રુઆરી, 2025: આ દિવસ દરમિયાન શેરબજારમાં ઉપર નીચે એમ ચકડોળ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આખરે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ બંધ આવ્યા હતા. આજે નિફ્ટીમાં સૌથી વધુ વધેલા શેરોમાં ટાચા સ્ટીલ, સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, સિપલા, બજાજ ફિનસર્વનો સમાવેશ થાય છે. જ્યારે અદાણી એન્ટરપ્રાઇસ, હિરો મોટોકોર્પ, અદાણી પોર્ટ્સ, ઇન્ફોસિસ અને ઓએનજીસી ઘટ્યા હતા. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 124 પોઇન્ટ અથવા 0.25 ટકા વધીને 50,881 પર અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 59 પોઇન્ટ અથવા 0.37 ટકા ઘટીને 15,973 પર બંધ રહ્યો હતો.
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર લગભગ સપાટ બંધ થયું. બજારમાં બધા સૂચકાંકોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 32 પોઈન્ટ ઘટીને 76,138 પર બંધ થયો અને નિફ્ટી 13 પોઈન્ટ ઘટીને 23,031 પર બંધ થયો. ટ્રેડિંગ સેશન દરમિયાન ઘટતા શેરોની સંખ્યા વધુ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર, 2,089 શેર લાલ નિશાનમાં, 1,858 શેર લીલા નિશાનમાં અને 127 શેર કોઈ ફેરફાર વિના બંધ થયા.
તેની સાથે મિડકેપ નિર્દેશાંક ફ્લેટ રહ્યો હતો જ્યારે સ્મોલકેપ 0.4 ટકા ઘટ્યો હતો. બીજી બાજુ ક્ષેત્રીય ધોરણે વાત કરીએ મીડિયા, મેટલ, ફાર્મા, રિયલ્ટી શેરોમાં 0.5-1 ટકાનો વધારો થયો હતો, જ્યારે ઓટો, એફએમસીજી, આઇટી, કન્ઝ્યુમર ડ્યોરેબલ્સ, પીએસયુ બેન્કમાં 0.3થી 1 ટકાનો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો…આ કબૂલ નથી, અમે છેલ્લે સુધી લડીશુંઃ વકફ બિલ પર ભડક્યું ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ