ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સે પહેલીવાર વટાવી 70 હજારની સપાટી

Text To Speech

મુંબઈ, 11 ડિસેમ્બર: આજે શેરબજારમાં કારોબારની શરૂઆત મામૂલી ઉછાળા સાથે થઈ હતી. સેન્સેક્સ આજે 69,925.63 ના સ્તર પર ખુલ્યો હતો. પરંતુ થોડા સમય પછી 9:30 વાગ્યે, તે 200થી વધુ પોઈન્ટના વધારા સાથે 70,000 નો આંકડો પાર કરી ગયો. આ સાથે સેન્સેક્સે નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ પ્રથમ વખત 70000ને પાર કરી ગયો છે. આ સેન્સેક્સનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી શરૂઆતના કારોબારમાં 0.054%ના વધારા સાથે 20,980.80 પર ટ્રેડ કરી રહ્યો હતો. થોડા સમય પછી તે 21000ના સ્તરને પાર કરી ગયો.

આજે શરૂઆતના ટ્રેડિંગમાં BSE સેન્સેક્સના 20 શેર નફામાં હતા જ્યારે 10 શેર ઘટ્યા હતા.NSE નિફ્ટીના 27 શેર વધ્યા હતા જ્યારે 22 શેર ઘટ્યા હતા. સવારે 10:10 વાગ્યે, સેન્સેક્સ 122.67 પોઈન્ટ (0.18%) ના વધારા સાથે અને નિફ્ટી 32.35 પોઈન્ટ (0.15%) ના વધારા સાથે 21,001.75 પર ટ્રેડ કરી રહ્યો હતો.

નિફ્ટી કંપનીઓમાં, SBI, ONGC, ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક અને કોલ ઈન્ડિયા મુખ્યત્વે ટોપ ગેઈનર્સ રહ્યા છે,  જ્યારે મારુતિ સુઝુકી, સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબ્સ અને એશિયન પેઈન્ટ્સ નુકસાન સાથે વેપાર કરતા જોવા મળ્યા હતા. શેરબજારમાં ઉછાળાને કારણે શરૂઆતી કારોબારમાં ડોલર સામે ભારતીય રૂપિયો એક પૈસા વધીને 83.39 પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો: શેરબજારમાં T+0 સેટલમેન્ટ થશે લાગુ, જાણો રોકાણકારો પર શું થશે અસર ?

Back to top button