સેન્સેક્સ પહેલીવાર 66 હજારને પાર, નિફ્ટી પણ 19,566 ની ઊંચી સપાટીએ
HD માર્કેટ ડેસ્કઃ શેરબજાર ગુરુવારે (13 જુલાઇ) નવી ઓલ-ટાઇમ હાઈ પહોંચ્યું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 66,043 અને નિફ્ટી 19,566ના સ્તરને સ્પર્શ્યો હતો. હાલમાં સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટ અને નિફ્ટીમાં 170 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વ મંદી વચ્ચે શેરબજારમાંથી સારા સમાચાર આવ્યા છે.
111 પોઈન્ટનો વધારોઃઆની પહેલા સેન્સેક્સ 274 પોઈન્ટ વધીને 65,667 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 111 પોઈન્ટનો વધારો થયો હતો. હાલ રૂચી સોયાના શેરમાં આજે 5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. 301 લાખ કરોડના માર્કેટ કેપ સાથે ભારત 5મું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. છેલ્લા 3 વર્ષમાં સેન્સેક્સમાં 78.4%ની વૃદ્ધિ જોવા મળી છે. 2055 લાખ કરોડની માર્કેટ કેપ સાથે અમેરિકન સ્ટોક એક્સચેન્જ વિશ્વમાં નંબર-1 પર છે. છેલ્લા 3 વર્ષમાં 38.1%ની વૃદ્ધિ થઈ છે.
અત્યાર સુધીમાં 82 IPO આવી ગયાઃ ભારતમાં આ વર્ષે અત્યાર સુધીમાં 82 IPO આવી ગયા છે. જ્યારે પાછલા વર્ષે 149 IPO આવ્યા હતા. ભારતમાં IPOની દ્રષ્ટિએ 2017 શ્રેષ્ઠ વર્ષ હતું. ત્યારબાદ કુલ 169 આઈપીઓ આવ્યા. 2018માં 165 IPO આવ્યા હતા. 12 જુલાઈએ એટલે કે કાલે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 223 પોઈન્ટ ઘટીને 65,393ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 55 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. 19,384ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં ઘટાડો થયો હતો અને માત્ર 7 શેરો આગળ વધ્યા હતા.