ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બ્રોન્ઝ મેડલ હારી જતા ભારતીય ખેલાડી સ્વપ્ના બર્મનનો સનસનાટીભર્યો દાવો 

  • ટ્વીટર પર પોસ્ટ કરી કહ્યું, “ટ્રાન્સજેન્ડરથી હારી ગઈ”
  • નંદિની અગાસરાએ 5712 પોઈન્ટ એકઠા કરીને મેળવ્યો હતો બ્રોન્ઝ

ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ ચાલી રહી છે. જેને પગલે ભારતીય એથ્લેટ સ્વપ્ના બર્મને એશિયન ગેમ્સમાં મહિલા હેપ્ટાથલોન સ્પર્ધામાં ચોથા સ્થાને આવ્યા બાદ સોમવારે(2 ઓક્સટોબરે) સનસનાટીભર્યો દાવો કર્યો હતો. જેમાં સ્વપ્ના બર્મને ટ્વીટર પર પોસ્ટ કરીને ટ્રાન્સજેન્ડર મહિલા સામે હારી હોવાનું જણાવ્યું હતું. ભારતની નંદિની અગાસરાએ 5712 પોઈન્ટ એકઠા કરીને હેપ્ટાથલોન સ્પર્ધામાં બ્રોન્ઝ મેળવ્યો હતો. જયારે 5708 પોઈન્ટ મેળવનાર સ્વપ્ના બર્મન 2018 જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન રહી હતી.

સ્વપ્ના બર્મને ટ્વીટર પર પોસ્ટ કરી મોટો દાવો કર્યો

જેને પગલે સ્વપ્ના બર્મને ટ્વીટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મેં ચીનના હાંગઝોઉમાં યોજાયેલી 19મી એશિયન ગેમ્સમાં એક ટ્રાન્સજેન્ડર મહિલા સામે મારો એશિયન ગેમ્સનો બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો છે. હું મારો મેડલ પાછો ઇચ્છું છું કારણ કે તે અમારા એથ્લેટિક્સના નિયમોની વિરુદ્ધ છે. કૃપા કરીને મને મદદ કરો અને મને ટેકો આપો.

SWAPNA TWEET
TWITTER\ SWAPNA BARMAN’S DELETED POST

ધ બ્રિજ સાથે વાત કરતા બર્મને જણાવ્યું હતું કે, જો મને આ મેડલ નહીં મળે જેના માટે હું લાયક છું, તો હું દરેકને ખુલ્લા પાડીશ. દરેક વ્યક્તિ જોઈ શકે છે કે મારી સાથે જે અન્યાય થઈ રહ્યો છે. ટ્રાન્સજેન્ડર એથ્લેટ્સ, જેમનું ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 2.5થી ઉપર હોય તે આવી સ્પર્ધામાં ભાગ લઈ શકતા નથી. કોઈ પણ છોકરી હેપ્ટાથલોનમાં આટલી ઝડપથી ન આવી શકે. મેં આમાં 13 વર્ષથી તાલીમ લીધી છે, તે અશક્ય છે કે તે ચાર મહિના સુધી તાલીમ લે અને આ સ્તરે પહોંચે.”

વધુમાં બર્મને ઉમેર્યું હતું કે, તેણીએ અગાઉ પણ નંદિની વિશે ફરિયાદ કરી હતી, તેણે કહ્યું હતું કે, મેં તેની સામે અગાઉ પણ વિરોધ કર્યો હતો, એશિયન ગેમ્સની યાદીમાં તેનું નામ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.  તેમજ બર્મને એવો પણ આક્ષેપ કર્યો કે, તેના આરોપો પછી નંદિની ‘ભાગી’ ગઈ હતી. અમે 6ઠ્ઠી ઑક્ટોબરના રોજ હાંગઝોઉ છોડવાના હતા. મારી ફરિયાદ પછી તેણી ભાગી ગઈ છે કારણ કે તેણીની માતા બીમાર છે કારણ કે તેણી જાણતી હતી કે ત્યાં ટેસ્ટ થશે.

આ પણ વાંચો:2023નું મેડિસિન ક્ષેત્રનું નોબેલ પારિતોષિક કેથલિન કેરિકો તથા વિઝમેનને ફાળે

Back to top button