ગુજરાતમાં સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન અપાયા છે. 2010 ની બેચના IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં પ્રમોશન અપાયા છે. 1998 બેચના IPS પીયૂષ પટેલને ADGP તરીકેનું પ્રમોશન આપ્યું છે. તો 2005 ની બેચના IPS પ્રેમવીર સિંહને IG તરીકે પ્રમોશન અપાયું છે. આ સાથે જ 7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડમાં સુધારો કરાયો છે.
પ્રેમવીર સિંહ IPSને પ્રમોશન આપવામાં આવ્યું
ગૃહ વિભાગ ગુજરાત સરકારમાં છેલ્લા કેટલાય સમયથી બદલી અને બઢતીનો સીલસાલો ચાલી રહ્યો છે. જેમાં IPS અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યું છે. વર્ષ 2005 બેચના IPS અધિકારી અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ACP તરીકે ફરજ બજાવતા પ્રેમવીર સિંહ IPSને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમને પોલીસ વિભાગના IG – ઇન્સ્પેકટર જનરલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમને, અધિક કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ) અમદાવાદ શહેરમાંથી JCP – જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ) અમદાવાદ શહેર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઓફ યુનિટી જનારાઓ માટે ખુશ ખબર, રાત્રી રોકાણ સરળ બનશે
IPS પિયુષ પટેલને પણ પ્રમોશન આપવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે સુરત રેન્જના IGP તરીકે ફરજ બજાવતા અને 1998 બેચના IPS પિયુષ પટેલને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમને એડીશનલ ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) બનાવવામાં આવ્યા છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમાર દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડીને તેમના પ્રમોશનની જાહેરાત કરવામાં આવી છે.
7 જેટલા IPS અધિકારીઓને પણ સિલેક્શન ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યું છે
(1) જયપાલ સિંહ રાઠોર IPS (2010), SP રાજકોટ ગ્રામ્ય
(2) ડૉ. લીના માધવરાવ પાટિલ IPS (2010), SP ભરૂચ
(3) શ્વેતા શ્રીમાળી IPS (2010), SP પશ્ચિમ રેલવે અમદાવાદ
(4) નિર્લિપ્ત રાય IPS (2010), SP સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર
(5) દિપક કુમાર મેઘાણી IPS (2010), SP (કાયદો અને વ્યવસ્થા) ગાંધીનગર
(6) મહેન્દ્ર બગરિયા IPS (2010), SP કચ્છ પૂર્વ, ગાંધીધામ
(7) સુનિલ જોશી IPS (2010), SP (ઓપરેશન) અમદાવાદ