લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી નબળી પડી રહી છે. આમ આદમી પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ અને આદિવાસી નેતા અર્જુન રાઠવાએ પોતાના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેઓએ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રભારી તથા રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડો. સંદીપ પાઠકને રાજીનામાનો પત્ર લખીને મોકલ્યો છે.
અર્જૂન રાઠવાએ રાજીનામું આપી દીધું
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.પ્રાપ્ત જાણકારી મુજબ આમ આદમી પાર્ટીના સીનિયર નેતા અર્જૂન રાઠવાએ રાજીનામું આપી દીધું છે.આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા એવા અર્જૂન રાઠવાએ આજે પ્રદેશના ઉપાધ્યક્ષ પદ સહિત પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. અર્જૂન રાઠવા 2013થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા અને તેઓ ગઇ વિધાનસભા ચૂંટણીમાં છોટાઉદેપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે.
કોઈ પક્ષમાં જોડાવવા અંગે સ્પષ્ટતા નહીં
ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવાએ રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે, જો કે તેઓ આવનારા સમયમાં ભાજપ કે કોંગ્રેસમાં જોડાવા મુદ્દે અર્જૂન રાઠવાએ હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ પાર્ટીના સીનિયર નેતાએ અચાનક રાજીનામુ ધરી દેતા રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો : સાળંગપુરમાંથી ભીંતચિત્રો હટાવ્યા બાદ રોષ યથાવત, આ મુદ્દાઓ પર હજુ સમાધાન બાકી