અમદાવાદ, 06 સપ્ટેમ્બર 2024, શહેર પોલીસ દ્વારા પાલડી ખાતે આવેલા ટાગોર હોલમાં કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને ઇન્વેસ્ટીગેશન સ્કીલ્સમાં વધારો થાય તે હેતુસર એક દિવસીય કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તપાસમાં ખામીઓ સુધારવા કાર્યક્રમ યોજાયો
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓની ઇન્વેસ્ટીગેશન તથા કામગીરી કરવાની સ્કીલમાં વધારો કરવા માટે એક દિવસીય ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સર્વે પ્રમાણે 100માંથી 70% આરોપીઓ તપાસમાં ખામી હોવાને કારણે છુટી જતા હોય છે અને 30 ટકા જેટલા આરોપીઓ સામે કાયદા પ્રમાણે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે છે.
અમદાવાદ શહેર પોલીસ અધિકારીઓએ ભાગ લીધો
રાજ્યના પોલીસવડાના માર્ગદર્શન મુજબ પોલીસ અધિકારીઓની તપાસ કરવાની રીતમાં કઈ રીતે સુધારો લાવી શકાય, તેમની કાર્ય કરવાની ક્ષમતામાં કઈ રીતે વધારો કરી શકાય જેથી ફરિયાદીને યોગ્ય ન્યાય મળી શકે. તેમજ એફ.આઇ.આર સંબંધી બાબતોને લઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેર પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો.
જસ્ટિસ ડી એન પટેલે વક્તવ્ય આપ્યું
આ સેમિનારમાં ડીજીપી વિકાસ સહાયની સાથે જસ્ટીસ ડી.એન.પટેલ (ભૂતપુર્વ ચીફ જસ્ટીશ, દિલ્હી હાઈકોર્ટ), મિતેષ આર. અમીન (એડીશનલ એડવોકેટ જનરલ, ગુજરાત રાજ્ય), સુધીર બ્રહ્મભટ્ટ (ડીસ્ટ્રીક્ટ ગવર્નર પ્લીડર), પ્રોફેસર ડો.અંજનાસિંહ તોમર (GNLU ગાંધીનગર) તથા એચ.પી.સંઘવી (ડાયરેક્ટર FSL) દ્વારા તાલીમ સંબંધે વકતવ્ય આપી માહિતગાર કરાયા હતા.
આ પણ વાંચોઃડોક્ટરને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી 4 લાખ પડાવ્યા; પોલીસે આરોપીને દબોચ્યો