ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુરમાં ‘ખુશાલ અને તણાવ મુક્ત જીવન’ વિષય પર યોજાયો સેમિનાર

Text To Speech

પાલનપુર : જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટસના હ્યુમેનીસ્ટ યુથ ફોર્મ, જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ પાલનપુર અને જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન પાલનપુરના સંયુક્ત ઉપક્રમે કોલેજમાં ‘ખુશાલ અને તણાવ મુક્ત જીવન’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ડૉ. પ્રકાશભાઈ મોદી મુખ્ય વક્તા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. મુખ્ય વક્તા દ્વારા વિદ્યાર્થીઓને સંવાદના માધ્યમથી તેમને તણાવ શું છે ? તણાવ પેદા થવાના કારણો અને તેમાંથી બહાર આવવા ક્યા ઉપાયો હાથ ધરી શકાય તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમને ભય અને તણાવ વચ્ચે રહેલા ભેદને પણ વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવ્યો હતો, સાથે સાથે તેમના વ્યક્તિગત જીવનના અનુભવો અને ઉદાહરણો પુરા પાડી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પડ્યું હતું. તેમને કહ્યું કે આજના આ આધુનિક યુગમાં આપણે ઘણી નવી ટેક્નોલોજી અને જ્ઞાનને ઉપયોગમાં લઈએ છીએ પણ આપણામાં સમયનું મહત્વ ઘટતું જાય છે. આપણે કોઈ પણ કાર્યમાં સાતત્ય જાળવતા નથી, અને અંતે તે આપણા માટે તણાવનું કારણ બની જાય છે.

ખુશાલ અને તણાવ મુક્ત જીવન - Humdekhengenews

આ પણ વાંચો : બનાસકાંઠા : માઉન્ટ આબુમાં ત્રણ દિવસીય શરદ મહોત્સવનો કરાયો પ્રારંભ

આ પ્રકારની અનિયમિતતાઓ વ્યક્તિના જીવનમાં બાધારૂપ સાબિત થાય છે. વિદ્યાર્થીઓએ તેમના વિકાસ અને ઘડતર માટે સતત અને સાતત્યપૂર્ણ અભ્યાસ કરવાની ટેવ પાડવાની આજે ખુબ જરૂર છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા તેમને પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. અંતે તેમને કહ્યું હતું કે દરેક સમસ્યાનું સમાધાન હોય છે. તણાવનું પણ સમાધાન થઇ શકે છે. જેથી હતાશ થઈને કોઈ અયોગ્ય પગલાં ના લેવા જોઈએ પોતાના મિત્રો, સહપાઠીઓ,ગુરુજનો, સંબંધીઓ સાથે સતત સંવાદ કરવાથી રસ્તાઓ ખુલે છે. આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસર ડૉ.સોહનભાઈ દવે, ડૉ. રાધાબેન પટેલ, ડૉ. મિહિરભાઈ દવે અને ડૉ. એસ. કે. પટેલ, જયેશભાઇ સોની, હિતેષભાઇ બારોટ અને વિક્રમ વજીર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના આયોજનમાં કોલેજના આચાર્ય ડૉ. એસ. જી. ચૌહાણનો સહયોગ અને માર્ગદર્શન મળ્યું હતું.

Back to top button