બનાસકાંઠા : પાલનપુરમાં યોજાયો બજેટ અંગેનો સેમિનાર


બનાસકાંઠા 27 જુલાઈ 2024 : પાલનપુરની ખાનગી હોટલમાં કેન્દ્ર સરકારે રજૂ કરેલ 2024-2025ના બજેટ અંગે ઇનકમ ટેક્સ અને જી.એસ.ટી. કાયદા અન્વયે સેમિનાર નામાંકિત સંસ્થા ઓલ ગુજરાત ફેડરેશન ઑફ ટેક્સ કન્સલ્ટન્ટ અમદાવાદ, બનાસકાંઠા સી.પી.ઈ.સ્ટડી ચેપ્ટર, ટેક્સ પ્રક્ટિસનર એસોસિએશન-પાટણ, લાયન્સ કલબ ઓફ પાલનપુર, રોટરી કલબ ઓફ પાલનપુર, બનાસકાંઠા ચેમ્બર ઓફ કોમર્સના સયુંકત ઉપક્રમે સેમિનારનું આયોજન કરવા આવ્યું હતું. જેમાં ઓલ ગુજરાત ફેડરેશન ઑફ ટેક્સ કન્સલ્ટન્ટ અમદાવાદ ના પ્રમુખ વિશ્વેસ શાહ અને જુદાજુદા એસોસિએશનના હોદ્દેદારોએ હાજરી આપી હતી. ઇનકમટેક્સ સ્પીકર સી.એ. હારિત ધારીવાલ તેમજ જી.એસ.ટી. સ્પીકર સી.એ. પુનિત પ્રજાપતિએ વિવિધ મુદ્દે છણાવટ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા બનાસકાંઠાના ડીસા અને પાલનપુર અને પાટણના ટેક્સ વ્યવસાયિક સભ્ય મિત્રોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા દક્ષિણ પોલીસ દ્વારા પ્રા. શાળામાં સુરક્ષા અંગેનો કાર્યક્રમ યોજાયો