સ્પોર્ટસ

IND VS AUS : સેમીફાઈનલના જંગમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી

Text To Speech

દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઈનલમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ રમાઈ રહ્યો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમ સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી છે. આ મેચમાં ભારતનો ઇરાદો ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કરવાનો રહેશે. જો કે બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધાની અપેક્ષા છે.

ભારતીય ટીમની સફર શાનદાર રહી

ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર અત્યાર સુધી શાનદાર રહી છે. ભારતે 4માંથી 3 મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય મહિલા ટીમે ટી20 વર્લ્ડ કપમાં જીત સાથે શરૂઆત કરી હતી. પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં ભારતનો પરાજય થયો હતો. જ્યારે ચોથી મેચમાં ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડને 5 રને હરાવીને અંતિમ ચારમાં જગ્યા બનાવી લીધી છે.

ભારત (પ્લેઈંગ ઈલેવન):

શફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (સી), રિચા ઘોષ (વિકેટમેન), દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા, સ્નેહ રાણા, શિખા પાંડે, રાધા યાદવ, રેણુકા ઠાકુર સિંહ

ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન):

એલિસા હીલી (wk), બેથ મૂની, મેગ લેનિંગ (c), એશલે ગાર્ડનર, એલિસ પેરી, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, જ્યોર્જિયા વેરહેમ, જેસ જોનાસન, મેગન શુટ, ડી’આર્સી બ્રાઉન

આ પણ વાંચો : હિજાબ ન પહેરવા પર નાની બાળકીને માર માર્યો, નાક-મોંમાંથી નીકળ્યું લોહી, ઈરાનનો વીડિયો વાયરલ

Back to top button