ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

સ્વનિર્ભર્તા: અરવલ્લીમાં સખી મંડળ થકી મહિલાઓ મેળવી રહી છે રોજગાર

Text To Speech
  • રોજગાર મેળવી પોતાના પરિવારને સક્ષમ બનાવતી મહિલાઓથી અરવલ્લી જિલ્લો અગ્રેસર

અરવલ્લી, 19 નવેમ્બર, છત્રશાલ સખી મંડળ મોડાસાના દાવલીમાં પંડયા ઉર્વશીબેન પંડ્યા શુર્ભિબેન ૨૦૧૭થી ૧૦ સભ્યો સાથે શરુ કરવામાં આવ્યું હતું. જેમાં સખીમંડળ સભ્યોની માસિક બચત-૧૦૦ અને કેશ ક્રેડીટ લોન- ૧,૦૦,૦૦૦/-આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે પગ લુછણિયા, તોરણ વેચાણ, બાંસની બનાવટની કામગીરી કરીને,૧૫૦૦૦૦/- જેટલું રોકાણ કરવામાં આવ્યું છે. લાભાર્થીઓએ જણાવ્યું કે સખી મંડળમાં જોડાવવાથી મિશન મંગલમ/એન.આર.એલ.એમ. યોજના અમારા માટે એક આશીર્વાદ રૂપ સાબિત થઈ.

ઉર્વશી બેન અને સુરભી બેન કહ્યું કે, અમારું અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલ દાવલી ગામ છે અમને સખી મંડળમાં જોડાવવા માટે મીટીંગ કરી સમજાવતા અમે ૦૪-૧૨-૨૦૧૭નાં રોજ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક રાજેન્દ્રનગરમાં ખાતું ખોલાવેલ હતું. તેમાં પ્રમુખ તરીકે પંડ્યા ઉર્વશીબેન અને મંત્રી તરીકે પંડ્યા શુભિબેન વરણી સર્વાનુ મતે કરવામાં આવેલ હતી.અમે દર માસની પ તારીખે મીટીંગ કરીએ છીએ અમારા સખી મંડળમાં ગ્રેડિંગ થયા પછી રૂ.૧૫,૦૦૦/-મળેલ છે. પછી બેંક લોન માટે તાલુકા પંચાયત મોડાસાની એન.આર.એલ.એમ. શાખામાં ગયા ત્યાંથી અમને આર્થિક પ્રવૃત્તિ કરવા માટે માર્ગદર્શન અને સહકાર મળવાથી અમે બેંકમાંથી લોન લઇ જરૂરી ધિરાણ અને તાલીમ લઇ સખી મંડળની ૪ બહેનો દ્વારા ઘરે જ પગ લુછણિયા, તોરણ વેચાણ બાંસની બનાવટ શરુ કર્યું. લોકલ બજારમાં વેચાણ કરી અંદાજીત ૬૫,૦૦૦ થી ૭૫,૦૦૦ નું વેચાણ થાય છે જેમાં ૨૦,૦૦૦ જેટલો ચોખ્ખો નફો મળે છે.

આમ છત્રશાલ સખી મંડળ દ્વારા આર્થીક પ્રવૃત્તિની શરૂઆત કરવાથી અમે આર્થિકરીતે પગભર થયા છીએ. આર્થિકરીતે પગભર થવાને લીધે અમે અમારા કુટુંબમાં સહાય રૂપ બન્યા છીએ. જેથી કુટુંબમાં અને સમાજમાં અમારો માન અને મોભો તથા પ્રતિષ્ઠામાં વધારો થયો છે. આમ સખી મંડળમાં જોડાવવાથી મિશન મંગલમ/એન.આર.એલ.એમ. યોજના અમારા માટે એક આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. આમ સખી મંડળમાં જોડાવવાથી વિવિધ પ્રકારના માર્ગદર્શન અને સહકાર મળવાથી અમારો સામાજિક, કૌટુંબિક આર્થિક ક્ષેત્રે અમુલ્ય બદલાવ અને વિકાસ થયો છે.

આ પણ વાંચો…દરરોજ QR કોડનો ઉપયોગ તો કરો છો, પણ એ શું છે એ જાણો છો?

Back to top button