ટોપ ન્યૂઝવર્લ્ડ

તિબેટમાં ચીનના અત્યાચારના વિરોધમાં એક બોદ્ધ સાધુનો આત્મદાહ

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ તિબેટમાં ચીનના અત્યાચારના એક પછી એક ચોંકાવનારા બનાવો સામે આવી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની નીતિઓ હેઠળ તિબેટિયનો માનવ અધિકારોના ઉલ્લંઘનનો સામનો કરી રહ્યા છે. અહીં નિર્વાસિત નેતા દલાઈ લામાની તસવીર સામે એક અજાણ્યા તિબેટીયન સાધુએ આત્મહત્યા કરી હોવાના અહેવાલ છે. ફાયુલના અહેવાલ મુજબ, તે ગાંસુ પ્રાંતમાં કહેવાતા ‘કાન્લ્હો તિબેટિયન ઓટોનોમસ પ્રીફેક્ચર’માં તિબેટીયન બૌદ્ધ સંસ્થાઓ પર વ્યાપક ક્રેકડાઉનનો વિરોધ કરી રહ્યો હતો.

ધર્મશાળામાં તિબેટીયન સેન્ટર ફોર હ્યુમન રાઈટ્સ એન્ડ ડેમોક્રસી (TCHRD)ના અહેવાલમાં જણાવાયું છે કે, તેમના મૃત્યુ સમયે તેઓ ખાગ્યા ટાઉનશીપમાં તેમના નિવાસસ્થાને એકાંતમાં હતા. આ ટાઉનશીપ ત્સો શહેરની પ્રીફેક્ચરલ રાજધાનીના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.

ફેયુલના અહેવાલ મુજબ, કિલ્હો પ્રીફેક્ચરના ગવર્નર અને ડેપ્યુટી પાર્ટી સેક્રેટરી યાંગ વુએ મઠોને નિયંત્રિત કરવામાં અને સાધુઓની પ્રથાને અવરોધવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, મૃતક સાધુના પરિવારને ત્સો શહેરમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેમને COVID-19 નિયંત્રણના પગલાંના બહાને એક અજ્ઞાત સ્થળે અઠકાયત કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘તેમનો કોઈ સંબંધી ચીનના શહેરમાંથી પાછો આવ્યો હતો ત્યારે તેને કોવિડનો ચેપ લાગ્યો હોઈ શકે છે. આ બહાના હેઠળ તેમની અટકાયત કરવામાં આવી છે.’ TCHRD સંશોધક ન્યાવોએ ચીની સરકારની નિંદા કરતા કહ્યું, ‘એકાંતમાં જવું એ એક ઊંડી બૌદ્ધ પ્રથા છે. જે સાધુઓને મન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને અવરોધો વિના કોઈપણ આધ્યાત્મિક અભ્યાસ કરવામાં મદદ કરે છે. પરંતુ સંજોગો એવા છે કે એક સાધુ એકાંતમાં આધ્યાત્મિક અભ્યાસ પણ પૂર્ણ કરી શકતા નથી. ચીનની સરકાર તિબેટીયન દમનની મર્યાદા તોડી રહી છે.’

Back to top button