ઉત્તર ગુજરાતગુજરાત

અરવલ્લીમાં દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય હરિદ્વારના વિદ્યાર્થીઓ દ્વારા સંગીત અને યોગનું પ્રેઝન્ટેશન

પાલનપુર: અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સંચાલિત હરિદ્વારમાં દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય એ વિશ્વ સ્તર પર આગવું સ્થાન ધરાવે છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડૉ. પ્રણવ પંડ્યાજી આ વિશ્વ વિદ્યાલયના કુલપતિ છે. ડૉ. ચિન્મય પંડ્યાજી પ્રતિકુલપતિ છે. આ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, હરિદ્વારમાં અલગ અલગ વિષય પર અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ઈન્ટરશીપ હેતુ ભારતભરમાં અલગ અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવે છે.

દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, હરિદ્વારના વિદ્યાર્થીઓનું એક મહિનો રોકાણ

વિદ્યાર્થીઓ-humdekhengenews

આ વખતે ભારતભરમાં લગભગ 180 ટીમો મોકલવામાં આવેલ છે. જે સંદર્ભે અરવલ્લી જિલ્લામાં ત્રણ વિદ્યાર્થીઓની ટીમ એક મહિના માટે આવેલ છે. ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લા સમન્વયક હરેશભાઈ કંસારાના જણાવ્યાનુસાર દરેક તાલુકાઓમાં પાંચ પાંચ દિવસ આ વિદ્યાર્થીઓની ટીમનો લાભ મળે તેમ આયોજન કરવામાં આવેલ છે. હરિદ્વારથી 6 જાન્યુઆરીએ આવેલ આ ટીમ બાયડ, ધનસુરા તાલુકાઓમાં થઈ હાલ મોડાસા તાલુકામાં કાર્યરત છે.

શાળા કોલેજોમાં કાર્યક્રમોની શૃંખલા

આ ટીમ ધ્વારા દરરોજ અલગ અલગ સ્કૂલ- કોલેજોમાં કાર્યક્રમોની શૃંખલા ચાલી રહેલ છે. જેમાં આ વિશેષ તાલીમાર્થી વિદ્યાર્થીઓના અલગ અલગ વિષયની વિશેષતાને લઈ આયોજન કરવામાં આવે છે. મોડાસા તાલુકામાં આવેલ આ ટીમ ધ્વારા લિંભોઈ હાઈસ્કૂલ, જીતપુર- મરડીયા હાઈસ્કૂલ, બોલુન્દ્રા હાઈસ્કૂલ, મેઢાસણ હાઈસ્કૂલ ખાતે અગાઉ કાર્યક્રમ કરી 20 જાન્યુઆરી, શુક્રવારે મોડાસામાં તત્વ એન્જિનિયરીંગ કૉલેજ અને સાયન્સ કૉલેજમાં અને આજે સવારે સરડોઈ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ કરવામાં આવેલ.

વિદ્યાર્થીઓ-humdekhengenews

ડીએસવીવી,હરિદ્વારના આ તાલીમાર્થીઓની ટીમ પૈકી સચિન મધુર: એમ.એ.સંગીત, આકર્ષ ત્રિવેદી: બી.એસ.સી- યોગ અને દિપક પવાર: એનિમેશન આ ત્રણ તાલીમાર્થીઓ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો.

હરિદ્વારમાં દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય વિશ્વ સ્તરીય અદભૂત સંસ્થાન

વિદ્યાર્થીઓ-humdekhengenews

 

જેમાં વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો વિકાસ, સંગીત અને યોગનું મહત્વ પ્રેઝન્ટેશન તેમજ પ્રેક્ટિકલ પ્રયોગ સાથે વિશેષ માહિતી આપી હતી. આ વિશેષ માર્ગદર્શન આપતા તાલીમાર્થીઓથી સ્કૂલ-કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લાભાન્વિત થઈ જીવનમાં નવ સંકલ્પિત થયા. ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાના પ્રમુખ ધર્માભાઈ પટેલ આ ટીમ સાથે રહી અલગ અલગ સ્થાનો પર કાર્યક્રમો ગોઠવી રહેલ છે. મોડાસા તાલુકા પછી ભિલોડા, મેઘરજ, માલપુર તાલુકાઓમાં 4 ફેબ્રુઆરી સુધી આ ડીએસવીવી ની ટીમની વિશેષતાનો લાભ મળે તેમ યોજના બનાવવામાં આવેલ છે. ત્યારબાદ 5 ફેબ્રુઆરીએ આ ટીમ પરત હરિદ્વાર પ્રસ્થાન કરશે.

આ પણ વાંચો :ઉત્તરપ્રદેશમાં ગુજરાતના ઉદ્યોગકારો કરશે 38 હજાર કરોડથી વધુનુ રોકાણ, જાણો સમગ્ર યાદી

Back to top button