સીમા હૈદરનો પહેલો પતિ તેની પત્ની સામે ભારતમાં કેસ લડશે, કોર્ટમાં કરશે આ માંગ
- સીમા હૈદર 2023માં તેના ચાર બાળકો સાથે ગેરકાયદેસર રીતે ભારત આવી હતી
દિલ્હી, 17 ફેબ્રુઆરી: પોતાના પ્રેમી સાથે રહેવા માટે 2023માં ચાર બાળકો સાથે ગેરકાયદેસર રીતે ભારત આવેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરના પહેલા પતિએ હવે ઘણા મહિનાઓ પછી સીમાની મુશ્કેલી વધારી દિધી છે. સીમા હૈદરના પૂર્વ પતિએ તેમના બાળકોને પાછા લાવવામાં મદદ કરવા માટે એક ભારતીય વકીલની મદદ લીધી છે. એક ટોચના માનવાધિકાર કાર્યકર્તાએ શુક્રવારે કરાચીમાં આ માહિતી આપી હતી. સિંધ પ્રાંતના જેકોબાબાદની રહેવાસી સીમા હૈદર ગયા વર્ષે મે મહિનામાં પોતાના બાળકો સાથે નેપાળ થઈને ભારત આવવા માટે કરાચીમાં પોતાનું ઘર છોડીને નીકળી હતી.
સીમા જુલાઈમાં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે અધિકારીઓને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા વિસ્તારમાં ભારતીય નાગરિક સચિન સાથે રહેવાની માહિતી મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીમા હવે સચિનના બાળકની માતા બનવા જઈ રહી છે. ટોચના પાકિસ્તાની વકીલ અને માનવાધિકાર કાર્યકર્તા અંસાર બર્નીએ જણાવ્યું હતું કે સીમાના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરે તેમના ચાર બાળકોની કસ્ટડી મેળવવામાં મદદ માટે તેમનો સંપર્ક કર્યો છે. “યોગ્ય પ્રક્રિયા પછી, અમે એક ભારતીય વકીલ, અલી મોમીનની મદદ લીધી છે અને ભારતીય અદાલતોમાં કાનૂની કાર્યવાહી શરૂ કરવા માટે પાવર ઓફ એટર્ની મોકલી છે,” બર્ની તેમના નામે એક ટ્રસ્ટ પણ ચલાવે છે, જેમાં ગુમ અને અપહરણ બાળકોની પુનઃપ્રાપ્તિ કરવાનું કામ કરે છે. તેમણે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કેદીઓનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.
જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા
PUBG રમતા રમતા થઈ ગયો હતો સચિનથી પ્રેમ
સીમાનું ચર્ચામાં આવવાનું મોટું કારણ એ જ હતું કે તેણીએ કહ્યું કે મને PUBG રમતી વખતે સચિનના પ્રેમમાં પડી ગઈ હતી અને તેની સાથે જવાનું નક્કી કર્યું હતું. સીમા યુએઈ અને નેપાળ થઈને ભારત આવી ત્યારે તેનો પતિ સાઉદી અરેબિયામાં કામ કરતો હતો. બીબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં સીમાએ કહ્યું કે તેણીએ હિંદુ ધર્મ અપનાવ્યો છે અને પાકિસ્તાન પાછા ન જવાનું કહ્યું હતું. સીમાએ દાવો કર્યો છે તેની સાથે તેના બાળકોએ પણ હિંદુ ધર્મ અપનાવ્યો છે. બર્નીએ કહ્યું કે ગુલામ હૈદરનો કેસ મજબૂત છે અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ સગીર વયના બાળકોના ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ છે. તેમણે કહ્યું, “મામલો ખૂબ જ સ્પષ્ટ છે કારણ કે સીમા હવે ત્યાં સ્થાયી થઈ ગઈ હોવા છતાં, તેના બાળકો પાકિસ્તાની નાગરિક છે અને સગીર વયના છે, તેમના પર પિતાનો સંપૂર્ણ અધિકાર છે.
સીમાનો પૂર્વ પતિ તેના બાળકોને પાકિસ્તાન લઈ જવા માંગે છે
બર્નીએ કહ્યું કે ગુલામ હૈદરએ તેની પત્ની પાસેથી કંઈ જ જોઈતું નથી પરંતુ તે માત્ર તેના બાળકોને પાકિસ્તાન પરત લાવવા માંગે છે.
આ પણ વાંચો: NRI સહિત દરેક ભારતીયોના લગ્નની નોંધણી ભારતમાં કરાવવા કાયદા પંચની ભલામણ