પાકિસ્તાનથી પોતાના ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદર સતત ચર્ચામાં રહી છે. થોડા દિવસ પહેલા તેને ભારતમાં ફિલ્મની પણ ઓફર આપવામા આવી હતી. ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે સીમા હૈદર 2024ની લોકસભા ચૂંટણીમાં સાંસદની ચૂંટણી લડી શકે છે. એવા અહેવાલો છે કે સીમાને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા તરફથી ઓફર મળી છે.
સીમા હૈદર 2024માં સાંસદની ચૂંટણી લડશે
પાકિસ્તાનથી પોતાના PUBG પ્રેમીને મેળવવા માટે ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા લાંબા સમયથી ચર્ચાનો વિષય બનેલી છે.હાલ સીમા હૈદર તેના બોયફ્રેન્ડ સચિન મીના સાથે નોઇડામાં રહે છે.સીમા પર પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો, કોઇએ કહ્યું હતું કે તે પ્રેમમાં પાગલ છે. સતત ચર્ચામાં રહેવાને કારણે સીમાને ફિલ્મની પણ ઓફર મળી હતી, હવે સમાચાર આવી રહ્યા છે કે સીમા હૈદર2024ની લોકસભા ચૂંટણી લડી શકે છે.
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા તરફથી મળી ઓફર
પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર કહાની બંને દેશોમાં દરેકની જીભ પર છે થોડા દિવસો પહેલા સીમાને ફિલ્મમાં હીરોઇનની ભૂમિકા ભજવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે ચર્ચા છે કે સીમા હૈદર 2024ની લોકસભા ચૂંટણીમાં સાંસદની ચૂંટણી લડી શકે છે. અહેવાલો અનુસાર, સીમા હૈદરને એનડીએની સહયોગી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા તરફથી પાર્ટીમાં જોડાવાની ઓફર મળી છે. બીજી તરફ સીમાએ પણ પાર્ટીના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હોવાનો અહેવાલ છે.
આ પણ વાંચો : સ્કૂલમાં મોબાઇલ વાપરતા શિક્ષકો હવે ચેતી જજો ! અમદાવાદના ડીઇઓએ જાહેર કર્યો પરિપત્ર
ભારતીય નાગરીકતા મળ્યા બાદ લડી શકે છે ચૂંટણી
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માસૂમ કિશોરે માહિતી આપી કે સીમા હૈદરને પાર્ટી તરફથી આમંત્રણ મળ્યું છે. સીમાને મહિલા સંગઠનની અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.તેને બોલવામાં સારી કમાન્ડ છે.એટલા માટે તેમને પાર્ટી પ્રવક્તાનું પદ પણ આપવામાં આવી શકે છે. પાર્ટીએ પણ સીમા હૈદરને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના ચિહ્ન પર ચૂંટણી લડવાની વાત કરી છે જો કે તેણે એમ પણ કહ્યું કે એજન્સીઓની ક્લીનચીટની હજુ રાહ જોવાઈ રહી છે તે પછી નિર્ણય જાહેર કરવામાં આવશે.જો તેને ભારતની નાગરિકતા મળશે તો તે રિપબ્લિકન પાર્ટીના સિમ્બોલ પર પણ ચૂંટણી લડશે.
આ પણ વાંચો : પાટણ : “મારી માટી,મારો દેશ” થીમ અંતર્ગત થનાર ઉજવણીનાં અનુસંધાને બેઠક યોજાઈ