

નોઈડા, 18 માર્ચ 2025: પાકિસ્તાનમાંથી નેપાળના રસ્તે ભાગીને ભારતમાં આવેલી સીમા હૈદર પાંચમી વાર માતા બની છે. આ બાળક સીમા અને સચિનનું છે. હૈદરે ગ્રેટર નોઈડાની હોસ્પિટલમાં મંગળવાર સવારે લગભગ સાડા ચાર વાગ્યે બાળકીને જન્મ આપ્યો છે. લગભગ બે વર્ષ પહેલા ચાર બાળકો સાથે પાકિસ્તાનથી દુબઈ અને નેપાળના રસ્તે ભારતમાં આવી હતી. જો કે, તેને હજુ સુધી ભારતની નાગરિકતા મળી નથી. બંનેની મુલાકાત ઓનલાઈન પબજી ગેમ રમતા થઈ હતી. ત્યાર બાદ બંને એકબીજાની નજીક આવ્યા અને સીમા બાળકો સહિત પ્રેમી સચિન સાથે રહેવા આવી ગઈ.
ડિસેમ્બરમાં આપી હતી ગૂડ ન્યૂઝ
સીમા અને સચિને ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં સીમા ગર્ભવતી હોવાની જાણકારી આપી હતી. બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. વીડિયોમાં હૈદર પ્રેગ્નેન્સી કિટ દેખાડતા સચિનને પિતા બનવાની ખુશી આપી રહી હતી. જે બાદ સચિન સીમાને ગળે લગાવતો દેખાયો હતો. ત્યારે સીમાએ જણાવ્યું હતું કે તે સાત મહિનાની ગર્ભવતી છે. ટૂંક સમયમાં તેના ઘરે કિલકારીઓ ગુંજશે.
2023માં આવી હતી ભારત
સીમા હૈદર પોતાના ચાર બાળકો સાથે 13 મે 2023ના રોજ ગેરકાયદેસર રીતે ભારતમાં આવી હતી. તેને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવા બદલ 4 જૂલાઈ 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સચિન મીણાને શરણ આપવાના આરોપમાં ધરપકડ કર્યો હતો. 7 જૂલાઈના રોજ તેને સ્થાનિક કોર્ટમાં જામીન મળ્યા. સીમાએ પોલીસને જણાવ્યું કે, તેણે અને સચિને નેપાળના પશુપતિનાથ મંદિરમાં હિન્દુ રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો: કોંગ્રેસના મહિલા નેત્રીએ પરશુરામને ઔરંગઝેબથી વધારે ક્રૂર ગણાવ્યા, હોબાળો થતાં જાહેરમાં આવી માફી માગી