ટ્રાવેલટ્રેન્ડિંગધર્મનવરાત્રિ-2024

શારદીય નવરાત્રી પર મા દુર્ગાના આશીર્વાદ લો, દેશના પ્રસિદ્ધ મંદિરના દર્શન કરો

  • શારદીય નવરાત્રી 3જી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ સમય દેવી દુર્ગાની પૂજા કરવાનો ખાસ સમય છે. આ નવ દિવસ દરમિયાન માતાજીના વિશેષ દર્શન કરીને તેમના આશીર્વાદ લો

HD ન્યુઝ ડેસ્કઃ આ વર્ષે શારદીય નવરાત્રી 3જી ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રીનો સમય દેવી દુર્ગાની પૂજા કરવાનો ખાસ સમય છે. આ દિવસો દરમિયાન માતાજીના વિશેષ દર્શન કરીને તેમના આશીર્વાદ લઈ શકાય છે. દેશમાં ઘણા લોકપ્રિય માતાજીના મંદિરો છે, જ્યાં મા દુર્ગાના દર્શન કરી શકાય છે. દેશભરના અનેક મંદિરોમાં માતાજીના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે. જાણો ભારતના કેટલાક મુખ્ય મંદિરો વિશે જ્યાં નવરાત્રી દરમિયાન માતાના દર્શન કરવાનું વિશેષ મહત્ત્વ છે.

નવરાત્રી દરમિયાન આ મંદિરોની મુલાકાત લો

શારદીય નવરાત્રી પર મા દુર્ગાના આશીર્વાદ લો, દેશના પ્રસિદ્ધ મંદિરના દર્શન કરો hum dekhenge news

કાલીઘાટ મંદિર, કોલકાતા

કાલિકા માતાનું આ મંદિર કોલકાતાનું સૌથી પ્રખ્યાત મંદિર છે. એવું માનવામાં આવે છે કે અહીં માતા કાલીનું સ્વયંભૂ પિંડ છે. નવરાત્રી દરમિયાન અહીં વિશેષ પૂજા અને ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ અહીં દર્શન કરવા મળે તે એક લ્હાવો જ ગણી શકાય

વૈષ્ણો દેવી મંદિર, જમ્મુ કાશ્મીર

વૈષ્ણો દેવી મંદિર માતા વૈષ્ણો દેવીને સમર્પિત છે. આ મંદિર ત્રિકુટા પર્વત પર આવેલું છે અને અહીં પહોંચવા માટે ભક્તોને પગપાળા મુસાફરી કરવી પડે છે. નવરાત્રી દરમિયાન અહીં લાખો ભક્તો માતાના દર્શન કરવા આવે છે.

શારદીય નવરાત્રી પર મા દુર્ગાના આશીર્વાદ લો, દેશના પ્રસિદ્ધ મંદિરના દર્શન કરો hum dekhenge news

જ્વાલામુખી મંદિર, હિમાચલ પ્રદેશ

જ્વાલામુખી મંદિરમાં માતા જ્વાલામુખીની જ્યોત હંમેશા પ્રજ્જવલિત રહે છે. એવું માનવામાં આવે છે કે આ જ્યોત માતા દેવીનું સ્વરૂપ છે. નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજા અને આરતી થાય છે.

કામાખ્યા મંદિર, ગુવાહાટી

કામાખ્યા મંદિર દેવી કામાખ્યાને સમર્પિત છે. આ મંદિર તંત્ર સાધનાનું મુખ્ય કેન્દ્ર છે. નવરાત્રી દરમિયાન અહીં અંબુબાચી મેળાનું આયોજન કરવામાં આવે છે, જે તંત્ર સાધકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

જગન્નાથ મંદિર, પુરી

જગન્નાથ મંદિર ભગવાન જગન્નાથને સમર્પિત છે, પરંતુ અહીં દેવી લક્ષ્મીની પણ પૂજા થાય છે. નવરાત્રી દરમિયાન અહીં વિશેષ પૂજા અને અનેર ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

શારદીય નવરાત્રી પર મા દુર્ગાના આશીર્વાદ લો, દેશના પ્રસિદ્ધ મંદિરના દર્શન કરો hum dekhenge news

અંબાજી મંદિર, ગુજરાત

અંબાજી મંદિર દેવી અંબિકાને સમર્પિત છે. આ મંદિર ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ શક્તિપીઠ છે. નવરાત્રી દરમિયાન અહીં લાખો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે.

કાલિકા મંદિર, ઉજ્જૈન

કાલિકા મંદિર ઉજ્જૈનમાં આવેલું છે અને માતા કાલીને સમર્પિત છે. આ મંદિર મહાકાલ મંદિર પાસે આવેલું છે. નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજા અને આરતી થાય છે. ભક્તો અહીં હજારોની સંખ્યામાં આવે છે અને કાલિકા માના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

ચંડી દેવી મંદિર, હરિદ્વાર

ચંડી દેવી મંદિર હરિદ્વારમાં આવેલું છે અને માતા ચંડી ને સમર્પિત છે. આ મંદિર ગંગા નદીના કિનારે આવેલું છે. નવરાત્રી દરમિયાન અહીં વિશેષ પૂજા અને મેળાનું આયોજન કરવામાં આવે છે. શારદીય નવરાત્રી દરમિયાન અહીં પણ ભક્તોની ભીડ રહે છે.

આ પણ વાંચોઃ નવરાત્રીમાં ગુરૂ ચાલશે ઉલટી ચાલ, ચમકશે આ ત્રણ રાશિનું ભાગ્ય

Back to top button