નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 1 વાગ્યે ચક્રવાત બિપરજોય અંગે બેઠક કરશે. આ સમીક્ષા બેઠકમાં બિપરજોયના ખતરાથી બચવા અને જાનહાનિને કેવી રીતે ટાળવી તે અંગેની ચર્ચા કરવામાં આવશે. જણાવી દઈએ કે આ બેઠકમાં એનડીઆરએફ અને રાહત બચાવ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓ સામેલ થશે. જણાવી દઈએ કે આ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, આજે બપોરે એક વાગે પીએમ મોદી ચક્રવાત બિપરજોય પર નજર રાખી રહેલા હવામાન વિભાગના અધિકારીઓ સહિત બચાવકાર્યમાં લાગેલા તમામ અધિકારીઓ સાથે બેઠક કરવા જઈ રહ્યાં છે. આ દરમિયાન ગુજરાતના વિવિધ નેતાઓને જિલ્લાવાર આપેલી સુરક્ષાની જવાબદારીને લઈને પણ પીએમ મોદી માહિતી મેળવી શકે છે. પીએમ મોદી ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને સુરક્ષા વ્યવસ્થા અંગેનો તાગ મેળવી શકે છે. ગુજરાતના અધિકારીઓ પીએમ મોદીની બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લઈ શકે છે. આ બેઠકમાં પીએમ મોદી રાજ્યના લોકોની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય પણ લઈ શકે છે.
આ પણ વાંચો- વાવાઝોડાનું નામ બિપોરજોય કોણે પાડ્યું? જાણો કેવી રીતે આપવામાં આવે છે નામ
ઉલ્લેખનિય છે કે, એક વખત ફરીથી બિયરજોયે દિશા બદલતા ગુજરાતના દરિયાકાંઠા પર 15 તારીખ સુધી અથડાવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ દરમિયાન ગુજરાતભરમાં આંધી-તોફાન સાથે વરસાદ પડવાની આગાહી પણ કરાઈ છે. જોકે, બિપરજોય રૌદ્ધ સ્વરૂપ ધારણ કરે તેવી સ્થિતિમાં જાનહાનિને ટાળવા માટે પહેલાથી જ ટીમોને સ્ટેન્ડ બાય રાખવા માટે ગુજરાતના ગાંધીનગરથી લઈને દિલ્હી પીએમ હાઉસ સુધી દોડ-ધામ કરવામાં આવી રહેલી છે.
હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ બુધવારે સુધી ખરાબથી વધારે ખરાબ થવાની શક્યતા છે, સાથે જ ગુરૂવારે ખરાબથી પણ વધારે ખરાબ રહેવાની સંભાવના છે.
ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે હાલથી જ મસમોટા મોજા ઉછળવા લાગ્યા હોવાથી ત્યાં 144 લાગૂં કરી દેવામાં આવી છે. બિપરજોયની અસરના કારણે રાજ્યના તમામ બંદરો અને દરિયાકાંઠાને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દેવભૂમિ દ્રારકાએ જાહેર કર્યા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર