ચૂંટણીના પરિણામો જોઈને અયોધ્યાવાસીઓ પર ભડક્યો સોનુ નિગમ, કહ્યું, શરમ કરો…
- પ્લેબેક સિંગર સોનુ નિગમ અયોધ્યાવાસીઓ પર ભડક્યા છે અને ટ્વિટ કર્યું છે કે શરમ કરો અયોધ્યાવાસીઓ. સોનુ નિગમે જયરામ રમેશના ટ્વિટનો પણ જવાબ આપ્યો છે
4 જૂન, મુંબઈઃ દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. ભાજપને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જોકે ભાજપે અત્યાર સુધીમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં ભાજપને 31 બેઠકો મળી છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધી 38 સીટો મેળવી લીધી છે. આવા સંજોગોમાં પ્લેબેક સિંગર સોનુ નિગમ અયોધ્યાવાસીઓ પર ભડક્યા છે અને ટ્વિટ કર્યું છે.
યુપીમાં ભાજપનો સંઘર્ષ
પાવરફુલ રાજકારણી સ્મૃતિ ઈરાનીને અમેઠીમાંથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે ઉત્તર પ્રદેશમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું નથી, જેના કારણે હાઈકમાન્ડના ઘણા નેતાઓએ પણ બેઠકો ગુમાવવી પડી છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને અનેક વિકાસ કામો છતાં રાજ્યની જનતાએ ભાજપમાં રસ દાખવ્યો નથી. આવી સ્થિતિમાં બોલિવૂડ પ્લેબેક સિંગર સોનુ નિગમે અયધ્યાવાસીઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.
जिस सरकार ने पूरे अयोध्या को चमका दिया, नया एयरपोर्ट दिया, रेलवे स्टेशन दिया, 500 सालों के बाद राम मंदिर बनवाकर दिया, पूरी की पूरी एक टेंपल इकोनॉमी बनाकर दी उस पार्टी को अयोध्या जी सीट पर संघर्ष करना पड़ रहा है।
शर्मनाक है अयोध्यावासियों!
— Sonu Nigam (@SonuNigamSingh) June 4, 2024
સોનુ નિગમે વ્યક્ત કરી નારાજગી
સોનુ નિગમે ટ્વિટ કરીને લખ્યું છે કે જે સરકારે આખી અયોધ્યાને ચમકાવી દીધી, નવું એરપોર્ટ આપ્યું, રેલ્વે સ્ટેશન આપ્યું, 500 વર્ષ પછી રામ મંદિરનું નિર્માણ કરાવ્યું,સંપૂર્ણ ટેમ્પલ ઈકોનોમી બનાવીને આપી. તે પાર્ટીએ અયોધ્યા જી સીટ પર સંઘર્ષ કરવો પડી રહ્યો છે. શરમજનક છે અયોધ્યાવાસીઓ.
शाम तक मुंह की खानी पड़ेगी जयराम। https://t.co/pR6UIgYsEy
— Sonu Nigam (@SonuNigamSingh) June 4, 2024
કોંગ્રેસ પર પણ સાધ્યું નિશાન
આ પહેલા સોનુ નિગમે કોંગ્રેસના નેતા જયરામ રમેશ પર પણ નિશાન સાધતા હુમલો કર્યો હતો. તેણે ટ્વિટર પર જયરામ રમેશના વલણ વાળી એક પોસ્ટ રી-શેર કરી હતી, જેમાં વારાણસી સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાછળ દેખાતા હતા. સિંગરે કેપ્શનમાં લખ્યું હતું, ‘શામ તક મુંહ કી ખાની પડેગી જયરામ ‘
આ પણ વાંચોઃ તુ રોકસ્ટાર છે, જીત માટે અભિનંદન, કંગનાને અનુપમ ખેરે આપી શુભેચ્છાઓ