ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

97 વર્ષના દાદીનું પરાક્રમ જોઈ આનંદ મહિન્દ્રા બોલી ઉઠયા : આ મારા હીરો છે

  • આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર 97 વર્ષની સાહસિક મહિલાનો વિડીયો શેર કર્યો
  • 97 વર્ષની ઉંમરે પેરામોટરિંગ કરતી મહિલાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

અમદાવાદ, 27 નવેમ્બર : દેશના જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા દ્વારા હાલમાં સોશિયલ મીડિયા પર  97 વર્ષના વૃદ્ધ એક દાદીની આશ્ચર્યજનક પોસ્ટ શેર કરવામાં આવી છે. હવે તેની આ નવી પોસ્ટ સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ વાયરલ વિડીયોમાં દાદી 97 વર્ષની ઉંમરે પેરામોટરિંગ કરતી જોવા મળી રહી છે. જેને જોઈને આનંદ મહિન્દ્રા પણ રહી ન શક્યા અને બોલી ઉઠયા કે, “આ મારી હીરો છે.” આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ કંઈકને કંઈક રસપ્રદ પોસ્ટ કરતા રહે છે.

 

97 વર્ષની દાદીએ કર્યું પેરામોટરિંગ

આનંદ મહિન્દ્રા દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલી આ વિડીયો ક્લિપમાં 97 વર્ષની એક દાદીએ એવું પરાક્રમ એવું કરી રહ્યા છે જે દરેકને આશ્ચર્યમાં મૂકી દે છે. ખરેખર, આ વિડીયોમાં આ વૃદ્ધ દાદી પેરામોટરિંગ કરતા જોવા મળે છે. ઉંમરના આ તબક્કે જ્યારે મોટા ભાગના લોકો પોતાના ઘરની મર્યાદામાં રહેવાનું પસંદ કરે છે અને જોખમી ગણાતા કોઈપણ કામ કરવાનું ટાળે છે, ત્યારે આ દાદીની ભાવના સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

વીડિયોમાં એવું તે શું ખાસ છે જેને જોઈ આનંદ મહિન્દ્રાએ પણ પ્રશંસા કરી ?

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલી 55 સેકન્ડની વિડિયો ક્લિપમાં જોવા મળે છે કે આ વૃદ્ધ દાદી પેરામોટરિંગ માટે સીટ પર બેસેલા જોવા મળે છે તેમજ ગોગલ્સ, હેલ્મેટ અને મોટરિંગના તમામ સેફ્ટી બેલ્ટ પહેરીને તે ટ્રેનર સાથે ઉત્સાહપૂર્વક બેસેલા દેખાઈ છે. આ પછી, તે ખૂબ ઝડપે ગતિ કરીને હવામાં ઊડી જાય છે અને દાદીએ ખૂબ ઊંચાઈએ પહોંચ્યા બાદ, નીચેના દૃશ્યોનો આનંદ લેતા જોવા મળે છે.

અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ વૃદ્ધ દાદીનું નામ ઉષા થુસે છે અને તેઓ એક સ્કૂલ ટીચર રહી ચૂક્યા છે. પુણેની આ દાદી ચાર પુત્રીઓની માતા છે અને તેમના સાહસિક પરાક્રમને કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે.

આનંદ મહિન્દ્રાએ દાદીને હીરો ગણાવ્યા 

પેરામોટરિંગ કરતી વખતે યુવાનોને પણ પરસેવો છૂટી જાય છે અને ભૂતકાળમાં આવા અનેક વાયરલ વીડિયો જોઈને આ વાતનો પુરાવો મળી શકે છે. બીજી તરફ વૃદ્ધ દાદીનું આ કૃત્ય લોકોને પ્રભાવિત કરનારું છે. આ વીડિયો ક્લિપ શેર કરતી વખતે અબજોપતિ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ તેની સાથે એક અદ્ભુત કેપ્શન પણ પોસ્ટ કર્યું છે, જેમાં તેણે આ 97 વર્ષની દાદીને પોતાના ‘હીરો’ ગણાવ્યા છે. મહિન્દ્રાના ચેરમેને લખ્યું, ‘ઉડાન ભરવામાં ક્યારેય મોડું થતું નથી. દાદી મારા આજના હીરો છે.

પોસ્ટને લાખો વ્યુઝ મળ્યા છે

આનંદ મહિન્દ્રાની દરેક પોસ્ટની જેમ યુઝર્સ પણ આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પોસ્ટને અત્યાર  સુધીમાં 1.4 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે યુઝર્સ પણ આ મહિલાની ભાવનાને સલામ કરીને પોતાની કોમેન્ટ પોસ્ટ કરી રહ્યા છે. કોઈ તેને પ્રેરણાત્મક ગણાવી રહ્યું છે તો કોઈએ લખ્યું છે કે, “હું પણ 50 વર્ષની ઉંમરે આવી સિદ્ધિ હાંસલ કરવા માંગુ છું.”

આ પણ જુઓ :ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પરાળી સળગાવવાથી થતું પ્રદૂષણ રોકવા ઉપાય બતાવ્યો

Back to top button