ગુજરાતટોપ ન્યૂઝ

Video : ઢોર પકડનાર ગાડીને જોઈ ગાય એક ઘરના પહેલા માળે પહોંચી ગઈ, પછી થયું જોવા જેવું

Text To Speech

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર એકાએક જાગ્યું છે અને ઢોર પકડવાની કવાયત હાથ ધરી છે. ત્યારે આ ઢોર પકડનારાથી બચવા માટે ગાય એક ઘરના પહેલા માળે ચઢી ગઈ હતી અને ત્યાંથી કૂદકો માર્યો હતો. બદનસીબે આ ગાય મરી ગઈ હોવાની માહિતી સામે આવી છે. જો કે આ વીડિયો હાલ ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદના ગોમતીપુરમાં મ્યુન્સિપલની 7 જેટલી ટીમ ઢોર પકડવા રસ્તા પર ઉતરી હતી. ત્યારે એક ગાય ઢોર પકડનારાઓથી બચવા માટે એક ઘરના પહેલા માળે ચઢી ગઈ હતી. જ્યાં ઢોર ડબ્બાના કર્મચારીઓએ તેને પકડવા માટે લાકડી લઈને ગાયની પાછળ પહોંચ્યો હતો. જો કે ગાયને પાછા ફરવાની કોઈ જગ્યા ન દેખાતા તેને પહેલા માળેથી કૂદકો માર્યો હતો. ગાયે પહેલા માળેથી કૂદી હોવાથી તેના ચારેય પગ અને માથામાં ગંભીર થઈ હતી. જે બાદ ગાયને બહેરામપુરામાં ઢોરવાડામાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જો કે મળતી માહિતા પ્રમાણે ગાયનું મોત થઈ ગયું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ડરી ગયેલી ગાય પહેલા માળે છે, તેની પાછળ ઢોર પકડનાર માણસ દેખાઈ છે. ત્યારે તે ગાયને પકડવા જતા ડરી ગયેલી ગાય પહેલા માળેથી કૂદકો મારે છે, અને ઉંધે માથે પટકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ ગાયના માથાને ભાગે અને પગમાં ઈજા થઈ હોવાથી તે ઊભી થવાના નિષ્ફળ પ્રયાસ પણ કરતી જોવા મળે છે.

હુમલા બાદ ઢોર પકડનારી ટીમ ત્રાટકી
મંગળવારે મોડી રાત્રે આ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મ્યુન્સિપલની ટીમ પર કેટલાક લોકોએ તલવારથી હુમલો કરતાં એકને ઈજા થઈ હતી. એ પછી ગુરુવારે આ જ સ્થળે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. મ્યુનિ.ની ટીમોએ આ વિસ્તારમાંથી 56 ગાયને ડબે પૂરી હતી. ગુરુવારે શહેરમાં રસ્તે રખડતાં 102 ઢોર પકડાયા હતા.

Back to top button