- 631 મેડિકલ ટીમ, 302 એમ્બ્યુલન્સ અને 202 જેટલી 108 એમ્બ્યુલન્સ રાઉન્ડ ધ કલોક
- વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પગલે 3851 ક્રિટીકલ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ
- ચાર દિવસમાં 1148 સગર્ભાઓને હોસ્પિટલમાં શિફ્ટ કરાઇ
અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલ બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરોને પગલે સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ સેવા, સુવિધાઓ અને માનવબળની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના દિશાનિર્દેશમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્યતંત્ર દ્રારા નાગરિકોના હિતાર્થે પૂર્વ તૈયારીઓ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડુ ત્રાટક્યુ અને આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ
મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ તહેનાત
15 જુન બપોરે 4 કલાકની પરિસ્થિતીએ સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં 631 મેડિકલ ટીમ, 302 એમ્બ્યુલન્સ અને 202 જેટલી 108 એમ્બ્યુલન્સ વાવાઝોડાની સંભવિત તમામ આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે રાઉન્ડ ધ ક્લોક તહેનાત કરવામાં આવી છે.
ક્રિટીકલ બેડ તૈયાર
વધુમાં સૌરાષ્ટ્રના આ આઠ જિલ્લા, જામનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ, મોરબી, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, તેમજ જામનગર, રાજકોટ અને જુનાગઢ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં વિવિધ હેલ્થ કેર સેન્ટરમાં મળીને કુલ 3851 જેટલા ક્રિટીટલ બેડ દર્દીઓની સારવાર અર્થે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તદ્અનુસાર જામનગરમાં 127, જુનાગઢમાં 101, કચ્છમાં 2314, રાજકોટમાં 710, મોરબીમાં 37, ગીર સોમનાથમાં 193, દેવભૂમિ દ્વારકામાં 65, પોરબંદરમાં 20, જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનમાં 127, જુનાગઢ મ્યુ. કોર્પોમાં 97 અને રાજકોટ મ્યુ. કોર્પો.માં 60 જેટલા ક્રિટીકલ બેડ સ્ટેન્ડ બાયમાં છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને કારણે થયુ આ મોટુ નુકસાન
સગર્ભાઓની દરકાર કરતી સરકાર
તારીખ 15 જુનની સ્થિતિએ આઠ જિલ્લામાં કુલ 2339 જેટલી સગર્ભાઓ કે જેમની પ્રસુતિ નજીકના 7 દિવસોમાં થવાની હોય તે નોંધાઇ હતી. જેમાંથી 1171 જેટલી સગર્ભાઓને હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જરૂરિયાત જણાઇ હતી જેમાંથી 1148 જેટલી સગર્ભાઓને સફળતાપૂર્ણ આ હોસ્પિટલમાં પ્રસુતિ અર્થે શિફ્ટ કરવામાં આવી છે. આ 1138 જેટલી સગર્ભાઓમાંથી 680 જેટલી પ્રસુતિ તારીખ 15 જુનની સ્થિતીએ સફતાપૂર્ણ થઇ ગઇ છે.
8 જિલ્લાઓના 44 ગામો શિફ્ટ કરાયા
વાવાઝોડાની સંભવિત અસરોથી પ્રભાવિત આઠ જિલ્લાના કુલ 44 જેટલા ગામોને શિફ્ટ કરવામાં આવ્યા છે. આ તમામ આઠ જિલ્લામાં કાર્યરત થયેલ શેલ્ટર હાઉસમાં આરોગ્ય વિભાગ દ્વારા જરુરી તમામ આરોગ્ય સુવિધાઓ, હેલ્થકેર વર્કર્સ રાઉન્ડ ઘ ક્લોક તહેનાત કરવામાં આવ્યા છે. વધુમાં આ તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની સારવાર માટે જરૂરી દવાઓનો , ઉપકરણો નો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.