ધર્મફોટો સ્ટોરી

જુઓ રામ મંદિરની નવી ઝલક, જાણો ક્યારથી કરી શકાશે રામ મંદિરના દર્શન

Text To Speech

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જે રામ મંદિર બની રહ્યુ છે. તેની કેટલાક નવા ફોટો સામે આવી રહ્યા છે. વરસાદને કારણે આ બાંધકામની ગતિ ધીમી પડી હતી. બાંધકામની ગતિ હવે ફરી ઝડપ પક્ડી રહી છે. ટ્રસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ, ડિસેમ્બર 2023 સુધી મંદિરનું બાંધકામ પૂરુ થઈ જશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના બાંધકામ પર નજર રાખવામાં આવી રહી છે અને સમયે સમયે રામ મંદિરના ફોટો પણ તેઓ શેર કરી રહ્યા છે. મંદિર ટ્રસ્ટનું માનવુ છે કે, ભગવાન રામ 2024ના જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાતિના દિવસે ભવ્ય રામ મંદિરમાં બીરાજશે.

રામ મંદિરનું નિર્માણ કાર્ય ત્રણ ચરણમાં થઈ રહ્યુ છે. વર્ષ 2023 સુધી મંદિરનું ગર્ભગૃહ તૈયાર થઈ જશે. વર્ષ 2024 સુધીમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂરુ થઈ જશે. અને વર્ષ 2025 સુધીમાં આખુ મંદિર પરિસર બનીને તૈયાર થશે.

વિશાળ બલુઆ પત્થરોથી બની રહેલા રામ મંદિર અદ્દભુત નકશીકામ સાથે તૈયાર થઈ રહ્યુ છે. મંદિર પર કેસરિયો ઝંડો પણ જોવા મળી રહ્યો છે.

રામ મંદિરના બાંધકામમાં વપરાયેલા ઉચ્ચ ગુણવતાના ગ્રેનાઈટના પત્થરો કર્નાટક અને આંધ્રપ્રદેશથી મંગાવામાં આવ્યા છે.

આ ભવ્ય રામ મંદિરનું કામકાજ લગભગ 1800 કરોડના ખર્ચે પૂરુ થશે.

Back to top button