ટ્રેન્ડિંગફોટો સ્ટોરીવર્લ્ડ
તસવીરોમાં જુઓ, જે ‘તવાંગ’ને ચીન હડપવા માંગે છે, તે કેટલું સુંદર છે !
ચીન અને ભારતીય સેના વચ્ચેની અથડામણ બાદ અરુણાચલ પ્રદેશનું તવાંગ ફરી એકવાર ચર્ચામાં છે. ભારત અને ચીન વચ્ચેના સીમા વિવાદને કારણે તવાંગમાં ભારતીય સેનાના સૈન્ય વાહનોની વધુ અવરજવર રહે છે. જો કે, તવાંગ તેની અજોડ સુંદરતા અને બૌદ્ધ મઠો માટે પ્રખ્યાત છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા, બરફીલા પહાડો અને લીલી ખીણો પ્રવાસીઓને મોહિત કરે છે. અહીં એશિયાનો સૌથી મોટો મઠ તવાંગ પણ છે. તેના બૌદ્ધ મઠોને લીધે આ શહેર સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. આ ઉપરાંત તવાંગના બર્ફીલા પહાડો, નદીઓ અને તળાવો, આ શહેરની સુંદરતાને વધુ આકર્ષક બનાવે છે.