ટ્રેન્ડિંગફન કોર્નરયુટિલીટીવિશેષવીડિયો સ્ટોરી

જુઓ કેવી રીતે આકાશમાંથી આવે છે સુનામી…

Text To Speech

અમદાવાદ, 03 જાન્યુઆરી : તમે સુનામીને દરિયામાંથી આવતી જોઈ હશે, પરંતુ ક્યારેય આકાશમાંથી આવતી સુનામી જોઈ છે? આવો જ એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમને નવાઈ લાગશે. તમે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો જોયા જ હશે, જે તમને ગમે છે. કેટલીકવાર કેટલાક વીડિયો એટલા આકર્ષક હોય છે કે તમે તેને વારંવાર જોવા માંગો છો. આવા વીડિયોમાં મોટાભાગે વન્યજીવનના વીડિયો અથવા પ્રકૃતિનું એવું કોઈ દ્રશ્ય હોય છે જે તમારી આંખોને ખૂબ જ ગમી જાય છે. આ સિવાય કુદરતનો કહેર વર્ષાવતો એક વીડિયો સામે આવ્યો છે.

તમે સુનામીને પૃથ્વી પર આફત લાવતી જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય આકાશમાંથી સુનામી આવતી જોઈ છે? કદાચ તમારો જવાબ ના હશે, તો ચાલો આજે અમે તમને આકાશમાંથી આવતી સુનામીનો વીડિયો બતાવીએ. આ જોઈને તમે દંગ રહી જશો.

આકાશમાંથી આવતી સુનામી

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શાંતિપૂર્ણ વાતાવરણમાં અચાનક જ કાળા વાદળો દ્રશ્યમાં જોવા મળે છે. આ વાદળો ખૂબ જ નીચા દેખાતા હોય છે અને એક છેડેથી આવતા એવો વરસાદ કરે છે કે આખો વિસ્તાર જળબંબાકાર થઈ જાય છે. તેમને આટલી નજીકથી એક જગ્યાએ વેગથી પાણી વરષતું જોઈને તમને એવું લાગશે કે જાણે કોઈ મોજું ઊછળી રહ્યું હોય. આ દૃશ્ય અદ્દભુત અને ડરાવણું છે.

લોકોએ કહ્યું- અવિશ્વસનીય

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર @CosmicGaiaX નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને ઘણા યુઝર્સે તેના પર કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું- આ અવિશ્વસનીય છે. જ્યારે કેટલાક યુઝર્સે કહ્યું કે તે cool છે, તો કોઈએ કહ્યું કે સ્વર્ગે અપની બાંહે ખોલી હે.

આ પણ વાંચો : AI એ 2024 માટે કરી ભવિષ્યવાણી, માનવ જીવન પર પડશે સીધી અસર

Back to top button